JIOને ટકકર આપવા BSNL લાવ્યું નવો પ્લાન, રોજનો મળશે 2.2GB ડેટા
હાલ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ 199 રૂપિયાની રેન્જમાં 1.4 જીબી ડેટા આપી રહી છે. પરંતુ બીએસએનએલ આ બધા પ્લાન્સને ટક્કર આપવા નવો પ્લાન લઈને આવી છે. બીએસએનએલ યુઝર્સ 186 રૂપિયાના રિચાર્જમાં 2.2 જીબી ડેટા આપી રહી છે. પ્લાનમાં પહેલા યૂઝર્સને 1 જીબી ડેટા મળતો હતો પરંતુ હવે ડેટાને રિવાઇઝ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયો 199 રૂપિયામાં 56 GB 4G ડેટા તેના પ્રીપેડ યૂઝર્સને આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીએસએનએલ અનલિમિટેડ પ્લાન વાઉચર આપી રહી છે. જેની કિંમત 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા અને 999 રૂપિયા છે. 186 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ સુધી રોજનો 1 જીબી ડેટા આપી રહી છે. જ્યારે 429 રૂપિયામાં 81 દિવસ સુધી રોજનો 1 જીબી ડેટા, 485 અને 666 રૂપિયાના પ્લાનમાં રોજનો 1.5 જીબી ડેટા અને 90 તથા 129 દિવસની વેલિડિટી અને 999 રૂપિયાના પ્લાનમાં 181 દિવસની વેલિડિટી સાથે 1 જીબી ડેટા આપવામાં આવે છે. તમામ પ્લાન્સ અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા આપે છે.
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ વચ્ચે નવા પ્લાન લોન્ચ કરવાની હરિફાઈ લાગી છે. આ દરમિયાન બીએસએનએલ પણ એક નવો પ્લાન લઈને આવી છે. નવા પ્લાનમાં બીએસએનએલના પ્રીપેડ યૂઝર્સને રોજનો 2.2 GB ડેટા વાપરવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -