Idea બાદ Airtelએ પણ Jio સામે નમતું જોખ્યું, વધારે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ આપવા તૈયાર
આઈડિયાએ જણાવ્યું હતું કે, તેણે સક્રિય રીતે જિઓની સાથે ક્ષમતાને વધારીને 65 લાખ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટૂંકમાં જ 196 વધારાના પીઓઆઈ જારી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, નિયામકે ચેતવણી આપી હતી કે જો ટેલીકોમ ઓપરેટર સેવાઓની ખરાબ ગુણવત્તા માટે જવાબદર ઠરશે તો તેની વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એરટેલે કહ્યું કે, તે એક જવાબદાર સંગઠન છે જે નિયમો અને ઇન્ટરકનેક્ટ કરારોને તેના જ શબ્દો અને ભાવનાને અનુરૂપ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિઓએ પોતાની વ્યાવસાયિક સેવા 5 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. તેણે હાલના ઓપરેટરો પર પૂરતા ઇન્ટરકનેક્શન પોર્ટ ઉપલબ્ધ ન કરાવવાનો આરોપ લગાવતા તેની વિરૂદ્ધ કાયદાકાયી કાર્યવાહી કરવાની માગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે ઇન્ટર કનેક્ટિવિટીના કારણે જિઓા નેટવર્ક પર 5 કરોડ કોલ ડ્રોપ થયા. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણએ આ મામલે ઉકેલ લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈડિયા સેલ્યુલરે જિઓને વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ આઈડિયા બાદ ભારતી એરટેલે પણ રિલાયન્સ જિઓ સામે નમતું જોખ્યું છે. ભારતી એરટેલે પણ હવે વધારાના ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ ઉપલબ્ધ કરાવવાની સહમતી દર્શાવી છે. એરટેલે કહ્યું કે, આ પોર્ટ નવા ઓપરેટરના 15 લાખ ઉપભોક્તાઓને પહોંચી વળવા માટે પૂરતા હશે. એરટેલે નિવેદનમાં જણાવ્યું કે, અમે જિઓની તેની વ્યાવસાયિક સેવા શરૂ થતા પહેલા જ પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેની સાથે જ પીઓઆઈની કુલ સંખ્યા હાલની પીઓઆઈની સંખ્યાથી ત્રણ ગણી થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -