Jioને ટક્કર આપવા Airtel લાવ્યું આ દમદાર પ્લાન, માત્ર 59 રૂપિયામાં મળશે ઘણું બધુ....
આ ઉપરાંત જિયોના નાના રિચાર્જની વાત કરવામાં આવે તો કંપની પાસે 19 રૂપિયા, 52 રૂ અને 98 રૂપિયાના પ્લાન્સ છે. 19 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 1 દિવસની છે. જેમાં 0.15GB ડેટા આપવામાં આવશે. 52 રૂપિયાનો પ્લાન 7 દિવસ માટે વેલિડ હશે. જેમાં 1.05GB ડેટા આપવામાં આવશે અને 98 રૂપિયાના પ્લાનની વેલિડિટી 14 દિવસની રહેશે. જેમાં 2.1GB ડેટા આપવામાં આવશે. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલ, જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન અને SMSનો પણ ફાયદો મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો વાત કરવામાં આવે Jioની તો જિયો પાસે પણ આવી કોઇ ઓફર નથી. Jioના 52 રૂપિયાના પ્લાનની વાત કરવામાં આવે તો તેમાં અનલિમિટેડ વોઇસ કોલ, પ્રતિદિવસ 150MB ડેટા અને 70 SMS આપવામાં આવે છે. જેની વેલિડિટી 7 દિવસની છે.
જોકે, આ પ્લાન હાલ કોલકાતાના પ્રીપેડ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. જોકે, કંપની આ પ્લાનનો વિસ્તાર અન્ય રીજનમાં પણ કરશે. જેમાં યુઝર્સને માત્ર ડેટા સાથે વોઇસ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન ખાસ તો એ લોકો માટે છે. જે વોઇસ કોલિંગ પ્લાન ઇચ્છે છે.
બીજા સર્કલમાં પ્રીપેડ પ્રોમીસ સ્કિમ હેઠળ 59 રૂપિયા પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ, રોમિંગ કોલ, પ્રતિદિવસ 100 SMS અને 500 MB ડેટા આપવામાં આવે છે. જોકે, આ પ્લાનની વેલિડિટી 7 દિવસની જ છે.
નવી દિલ્હીઃ ભારતી એરટેલે 59 રૂપિયાવાળા પ્લાનમાં કેટલાક આકર્ષક ફેરફાર કર્યા છે. કંપની હવે 59 રૂપિયાવાળા પ્લાનમાં 27 દિવસ માટે અનલિમિટેડ વોયસ કોલ, રોમિંગ કોલ અને 500MB ડેટા આપી રહી છે. કોઈપણ ટેલીકોમ કંપની આટલી ઓછી કિંમતમાં 27 દિવસ માટે આવી ઓફર આપતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -