Jioને કારણે Airtelને લાગ્યો મોટો ઝાટકો, 75 ટકા સુધી થયું નુકસાન
તેના કારણે ક્ષેત્રને લાભ, રોકડ પ્રવાહ વગેરે પણ દબાણ જોવા મળ્યું છે. જોકે કંપનીએ સપ્ટેમ્બરત 2016માં જિઓની બજારમાં એન્ટ્રી થયા બાદ ક્વાર્ટર્લી ધોરણે થઈ રહેલ ઘટાડા પર નિયંત્રણ મેળવી લીધું છે. ભારતી એરટેલનો ચોખ્ખો લાભ માર્ચમાં સમાપ્ત ક્વાર્ટરની તુલનામાં આંશિક રીતે ઘટ્યો છે. માર્ચમાં સમાપ્ત ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 373.4 કરોડ રૂપિયા રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલનો ચોખ્ખો નફો જૂનમાં પૂરા થતા ક્વાર્ટરમાં 74.89 ટકાના ઘટાડા સાથે 367 કરોડ રૂપિયા રહ્યો છે. નવી કંપની રિલાયન્સ જિઓ દ્વારા ટેલીકોમ સેવાઓના ક્ષેત્રમાં જોરદાર પ્રતિસ્પર્ધા શરૂ કરવા અને નુકસાનકારક મૂલ્ય નિર્ધારણે એરટેલના કામકાજ પર ખરાબ અસર કરી છે.
ભારતી એરટેલને વિતેલા વર્ષે આ જ ગાળામાં 1462 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂનમાં એરટેલની કુલ આવક 14 ટકા ઘટીને 21958 કરોડ રૂપિયા રહી. વિતેલા વર્ષે આ જ ગાળામાં કંપનીએ 25546 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.
ભારતી એરટેલના મુખ્ય ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (ભારત અને દક્ષિણ એશિયા) ગોપાલ વિઠ્ઠલે કહ્યું કે, નવી કંપની આવવાથી ભારતીય ટેલીકોમ બજારમાં મૂલ્ય નિર્ધારણને લઈને વિક્ષેપ જારી રહ્યો અને આ ઉદ્યોગમાં આવક વાર્ષિક દોરણે 15 ટકા ઘટી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -