Airtelની ધમાકેદાર ઓફર, આ પ્લાનમાં મળશે દરરોજ 3GB ડેટા
તમને જણાવી દઈએ કે એરટેલે હાલમાં જ 349 રૂપિયાના પ્લાનમાં1GB ડેટાને વધારીને 1.5GB કર્યો હતો અને 549 રૂપિયાના પ્લાનમાં 2GB ડેટા વધારીને 2.5GB કર્યો હતો. બાદમાં એરટેલે તેમાં અનલિમિટેડ રોમિંગ કોલ પણ જોડી દીધા હતા. હાલમાં એરટેલની આ નવી ઓફર માત્ર આઠ સર્કલો માટે જ લાવવામાં આવી છે. બાકીના ટેલિકોમ સર્કલોને આ ઓફર વિશેની જાણકારી આપવામાં આવી નથી. તેમાં આંધ્ર પ્રદેશે, તેલંગાણા, મુંબઈ, દિલ્હી અને કોલકાતા પણ શામેલ છે.
એરટેલે 349 રૂપિયાના પ્લાનમાં હવે 2GB ડેટા પ્રતિદિવસ આપવામાં આવશે. જ્યારે પહેલા માત્ર 1.5GB ડેટા મળશે. આવી જ રીતે 549 રૂપિયાના પ્લાનમાં ફેરફાર બાદ 3GB ડેટા પ્રતિદિવસ આપવામાં આવશે. જ્યારે પહેલા માત્ર 2.5GB ડેટા પ્રતિદિવસ મળતો હતો. આ બંને પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
ભારતી એરટેલ પાસે હાલમાં 199 રૂપિયા, 349 રૂપિયા, 448 રૂપિયા, 549 અને 799 રૂપિયાના ટૈરિફ પ્લાન છે. ટેલિકોમ ઈન્ફીની જાણકારી અનુસાર આ વખતે કંપની 349 રૂપિયા અને 549 રૂપિયાના ડેટા પ્લાનમાં મોટો ફેરફાર કર્યા છે. તેનાથી એરટેલ ટેલિકોમ માર્કેટમાં પકડ મજબૂત થઈ જશે.
નવી દિલ્હીઃ Airtel સતત જિઓને પછાડીને ભારતીય ટેલીકોમ સેક્ટરમાં ટોપર પર આવવા માગે છે. દર મહિને તેને ધ્યાનમાં રાખીને કંપની નવી ઓફર અને પ્લાન રજૂ કરી રહી છે. આ વખતે કંપનીએ પોતાના અનલિમિટેડ કોમ્બો પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર 349 રૂપિયા અને 549 રૂપિયાવાળા પ્લાનમાં કરવામાં આવ્યા છે.