2000ની નોટ સાથે જોડાયેલ નવી જાણકારી, વાંચીને વધી જશે તમારું ટેન્શન
આ વખતે દેશની તમામ બેંકોને નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ નિર્દેશ અનુસાર હવે લોકોને આવતા ત્રણ મહિના સુધી બેંકોમાં નાની નોટ જ મળશે કારણ કે આરબીઆઈએ 2000ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આરબીઆઈ અધિકારીએ જણાવ્યું કે, સરકારે તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે દેશમાં 2000ની નોટોની સતત ઘટ પડી રહી છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે બજારમાં રોકડના કકડાટને ઓછો કરવા માટે 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. સરકારે દેશમાંથી કાળુ નાણું ઘટાડવા માટે નોટબંધી કરી હતી. 2000ની નોટ બજારમાં આવ્યા બાદથી જ નવી નવી અટકળો પણ શરૂ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈનું ફોકસ નાની નોટો પર છે. માટે ચાલુ નાણાંકીય વર્ષમાં 2000ની નોટ છાપવામાં નહીં આવે. બેંકોને કેશ કાઉન્ટર પરથી મોટી નોટો ગ્રાહકોને ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે 2000 અને 500ની નોટ એટીએમમાં મળશે, જેથી આ નોટોની એકદમ ઘટ ન પડે.
જોકે હવે 2000ન નોટ સાથે જોડાયેલ એક નવી જાણકારી સામે આવી છે. સરકાર તરફથી બેંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સરકાર તરફથી 2000ની નોટોને લઈને મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્મય સરકારે કાળાનાણાં પર લગામ લગાવવા માટે કર્યો છે.