ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ
ટિકોનાની પાસે હાલમાં ગુજરાત, યૂપી (પૂર્વ), યૂપી (પશ્ચિમ), રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં 2300 મેગાહર્ટ્સ બેન્ડમાં કુલ 0 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ છે. એરટેલની યોજના આ પાંચ સર્કલમાં ડીલ પૂરી થવાની સાથે જ ઝડપથી 4જી સર્વિસ લોન્ચ કરવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલેનું ધ્યાન જુદા જુદા સ્પેક્ટ્રમ બેન્ડમાં પોતાની 4જી ક્ષમતા વધારવા પર છે. ભારતી એરટેલેના એમડી અને સીઈઓ (ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા) ગોપાલ વિટ્ટલે કહ્યું કે, ટીડી-એલટીઈ અને એફડી-એલટીઈ ક્ષમતાની સાથે અમે અમારા નેટવર્કને વધારે મજબૂત બનાવી શકશું અને તેનાથી અમને અમારા ગ્રાહકોને હાઈસ્પીડ વાયરલેસ બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવવામાં પણ મદદ મળશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની ભારતી એરટેલે ગુરુવારે ઇન્ટરનેટ સેવા આપતી કંપની ટિકોના (Tikona) ડિજિટલ નેટવર્કનો 4જી બિઝનેસ ખરીદવાની જાહેરાત કરી છે. આ ડીલ અંદાજે 1600 કરોડ (24.420 કરોડ ડોલર)માં રૂપિયા થવાની શક્યતા છે.
આ ડીલ અંતર્ગત ભારતી એરટેલ ટિકોનાનો બ્રોડબેન્ડ વાયલેસ એસેસ સ્પેક્ટ્રમ અને પાંચ ટેલીકોમ સર્કલમાં 350 સાઈનું અધિગ્રહણ કરશે. યૂઝર્સની દૃષ્ટિએ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે ટિકોના ડિજિટલ નેટવર્ક્સ પાસેથી તેનો 4જી બિઝનેસ ખરીદવા માટે કરાર કર્યા છે. આ અધિગ્રહણ બાદ એરટેલે બીજી કંપની બની જશે જેની 2300 મેગાહર્ટ્સ બેન્ડમાં સમગ્ર દેશમાં હાજરી હશે. પ્રથમ કંપની રિલાયન્સ જિઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -