સરકારે 33 જરૂરી દવાઓની કિંમત કરી ફિક્સ, હવે દવા માટે વધારે ખર્ચ કરવો નહીં પડે
નવી દિલ્હીઃ કેન્સર, એઈડ્સ, ઇન્ફેક્શન જેવી બીમારીઓની દવાઓના ભાવ હવે કંપનીઓ પોતાની રીતે વધારી નહીં શકે. કેન્દ્ર સરકારે 11 જીવન જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરી છે અને 22 અન્ય દવાઓની કિંમતમાં ફેરફાર કર્યા છે. તેમાં કેન્સર, એઈડ્સ, બેક્ટેરીયા ઇન્ફેક્શન વગેરેની દવાઓ સામેલ છે. આ દવાઓની કિંમત ફિક્સ થવાથી અલગ અલગ કંપનીઓની દવાઓની કિંમત મળતા તફાવતમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
આમ મોટી બીમારીઓની દવાઓ નક્કી કરવાથી સરકાર દ્વારા નક્કી મર્યાદમાં જ કિંમત હશે જેથી લોકોને યોગ્ય કિંમત પર જરૂરી દવા મળી શકશે.
તેમાં 11 જરૂરી દવાઓની કિંમત ફિક્સ કરવામાં આવી છે જ્યારે 22ની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનપીપીએ શિડ્યૂઅલ-1ની દવાઓની કિંમત ખુદ નક્કી કરે છે. આ યાદીમાં સામેલ ન હોય તેવી દવાની કિંમત નક્કી કરવાનો અધિકાર ઉત્પાદકને હોય છે તેમાં પણ વાર્ષિક 10 ટકા જેટલો વધારો કરવાને મંજૂરી આપવામાં આવી છે.
રાષ્ટ્રિય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ પોલિસી ઓથોરોટી - એનપીપીએ)એ નિવેદનમાં જણાવ્યું કે, તેણે દવા મૂલ્ય નિર્ધારણ સંશોધન આદેશ-2017ના પ્રથમ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ 33 દવા ફોર્મ્યૂલેશનની કિંમત ફિક્સ અથા ફેરફાર કર્યા છે. આ સંબંધમાં નોટિફિકેશન 24 જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યું છે.