વીડિયોકોને ઉતાર્યું દેશનું પ્રથમ વીજળી વગર ચાલતું AC
આ એસીની સોલર પેનલ 25 વર્ષની લીનિયર પાવર આઉટપુટ વોરન્ટી અને 10 વર્ષની પેનલ વોરન્ટીની સાથે આવે છે. ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે જો તે આ એસીનો ઉપયોગ કરશે તો તેને માત્ર રાહત જ નહીં મળે પરંતુ બિલના ટેન્શનમાંથી પણ છૂટકારો મળશે.
વીડિયોકોનના મુખ્ય કાર્યકારી અધિકારી (એસી ડિવિઝન) સંજવી બક્શી અનુસાર ભારતમાં એસી માર્કેટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વીડિયોકોનને હંમેશા જ ગ્રાહકોને કંઈક અલગ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી છે. તેના કારણે જ આ વખતે કંપનીએ માર્કેટમાં હાઈબ્રિડ એસી ઉપલબ્ધ કરાવ્યું છે.
તમને જણાવીએ કે હાલમાં ઇલેક્ટ્રોનિક માર્કેટમાં વીડિયોકોનની હિસ્સેદારી 9 ટકા છે જે તે વધારીને 13 ટકા કરવા માગે છે. આમ આ સોલર પાવરથી ચાલતું એસી કંપની માટે ખૂબ જ ફાયદોનો સોદો સાબિત થઈ શકે છે.
પર્યાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણને ધ્યાનમાં રાખતા બજારમાં પર્યાવરણે અનુકૂળ એસી બનાવવની માગ ઘણાં સમયથી થઈ રહી છે. એવામાં વીડિયોકોને તેને ધ્યાનમાં રાખીને સોલર પાવરથી ચાલતું અનોખું એસી બજારમાં ઉતાર્યું છે. એટલું જ નહું પર્યાવરણ અનુકૂળ હોવાને કારણે કંપનીની બજાર પર પકડ પણ મજબૂત થશે.
નવી દિલ્હીઃ એર કન્ડીશનર કારણે વીજળીના તગડા બીલથી પરેશાન લોકો માટે વીડિયોકોન કંપની રાહતના સમાચાર લઈને આવ્યું છે. આ કંપની એવું એર કન્ડીશનર રજૂ કર્યું છે જેના કારણે તમારે વીજળી માટે કોઈપણ ખર્ચ કરવો નહીં પડે. વીડિયોકોનનું આ હાઇબ્રિડ સોલર એસી છે જે સૂર્યના પ્રકાશથી જ ઉર્જા મેળવે છે. એવામાં તે પર્યાવરણને થતા નુકસાનથી પણ બચાવે છે. દેશમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ કંપનીએ સોલર પાવરથી ચાલતું એર કન્ડીશનર રજૂ કર્યું છે.