✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંબાણી સામે કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2018 05:09 PM (IST)
1

આ દરમિયાન કોર્ટ રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને બે વખત નોટિસ પણ મોકલી પરંતુ વીમા કંપનીએ કોઈ જવાબ ન આપ્યો. જે બાદ આખરે કોર્ટે કંપનીના વડા અનિલ અંબાણી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું.

2

કોર્ટે રિલાયન્સને વળતર તરીકે સૈનીના પરિવારજનોને 18.83 લાખ રૂપિયા અને અલગથી 9 ટકા વાર્ષિક વ્યાજ ઉમેરીને આપવાનો ઓર્ડર કર્યો. કંપનીએ કોર્ટનો ઓર્ડર છતાં રકમ ન ચુકવી. જે બાદ સૈનીના પરિવારજનો વતી વકીલ શ્યામાનંદ ગિરિએ વળતરની રકમની ચુકવણી માટે મઘેપુરા સિવિલ કોર્ટમાં અરજી કરી.

3

ઘટના બાદ 16 ઓગસ્ટ, 2011ના રોજ સૈની શાહના માતા કૌશલ્યા દેવીએ મઘેપુરા કોર્ટમાં વીમા રકમન ચુકવણી માટે કંપનીમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટમાં આ મામલે 6 વર્ષ સુધી સુનાવણી ચાલી અને 28 ફેબ્રુઆરી, 2017ના રોજ ફેંસલો સંભળાવ્યો.

4

નવી દિલ્હીઃ રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ફરી એક વખત વિવાદમાં ફસાતા નજરે પડી રહ્યા છે. વીમા કંપની દ્વારા ચુકવણી નહીં કરવાના કારણે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ બિહારની મઘેપુરા સિવિલ કોર્ટે જાહેર કર્યું છે. અનિલ અંબાણીની ધરપકડનું વોરંટ મહારાષ્ટ્રના ડીજીપીના માધ્યમથી જાહેર કરવા કોર્ટે આદેશ કર્યો છે.

5

અહેવાલ મુજબ, 13 જુલાઈ, 2011ના રોજ આસામના મોરન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તિલૌરી ગામમાં એક ટ્રક દુર્ઘટનામાં સૈની સાહ નામના વ્યક્તિનું મોત થયું હતું. સૈનીનો રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં વીમો હતો.

  • હોમ
  • બિઝનેસ
  • અંબાણી સામે કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.