મુકેશ અંબાણીનો પુત્ર અબજોપતિ ડાયમંડ કિંગની પુત્રીને પરણશે? ક્યારે સગાઈ થવાના છે અહેવાલ?

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા દીકરા આકાશ અંબાણી ચાલુ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. પીટીઆઈના અહેવાલ અનુસાર તેના લગ્ન હીરા કારોબારી રસેલ મેહતાની સૌથી નીની દીકીર શ્લોકા મેહતા સાથે થઈ શકે છે.
પીટીઆઈ દ્વારા આ સમાચારની ખરાઈ માટે અંબાણી અને મહેતા પરિવારને કેટલાંક ઈમેઈલ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, રોઝી બ્લ્યુ ડાયમન્ડના માલિક રસેલ મહેતા અને અંબાણી પરિવાર વચ્ચે લાંબા સમયથી ઘરોબો છે તેમજ આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યાં હોવાથી એકમેક સાથે જૂનો પરિચય ધરાવે છે.
જો સૂત્રો દ્વારા માહિતી મળતી સાચી હોય તો કેટલાંક અઠવાડિયામાં આકાશ અને શ્લોકાની સગાઈની તેમજ ડિસેમ્બરમાં લગ્નની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
શ્લોકાના પિતા રસેલ મહેતા ડાયમંડ કિંગ તરીકે બહુ મોટી નામના ધરાવે છે. હાલ અંબાણી અને મહેતા પરિવાર નનૈયો ભણે છે.
જોકે બન્ને પરિવારોએ આ વાત પર કોઈ ટીપ્પણી કરી નથી. પરંતુ પીટીઆઈએ સૂત્રો દ્વારા લખ્યું છે કે, આગામી થોડા જ સપ્તાહમાં તેની સગાઈ થઈ શકે છે અને ચાલુ વર્ષે ડિસેમ્બરમાં તે લગ્ન કરી લેશે.