PNB કૌભાંડ: નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન જામીનપાત્ર વોરંટ
જણાવી દઈએ કે પીએમએલએ કોર્ટે જજ એમએસ આઝમીએ મંગળવારે ઈડીના વિશેષ વકીલ હિતેન વેનેગાંવકરે નીરવ મોદી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવા માંગ કરી હતી. જો કે તેના પહેલા સીબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા વોરંટનો જવાબ આપતા નીરવ મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તે વિદેશમાં વ્યસ્ત છે તેથી તે ભારત નહીં આવી શકે. ઈડીએ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી કાર્યવાહી કરતા મેહુલ ચોક્સીની 41 જેટલી સંપત્તિઓ જપ્ત કરી છે. જેની કિંમત 1217 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે બિન-જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. પીએનબીમાં મહાકૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી રહી છે. સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. હાલ બન્ને આરોપી દેશની બહાર છે.
પીએમએલએ કોર્ટ દ્વારા કાઢવામાં આવેલા બિન જામીનપાત્ર વોરંટ બાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે, તે હાઈ કોર્ટમાં આ બિન જામીનપાત્ર વૉરન્ટને પડકાર ફેંકશે. તેમણે કહ્યું કે, આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાનું વિચાર કરી રહ્યા છીએ. જોકે નિર્ણય વાંચ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેમ કે અમને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની કૉપી પણ આપવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -