BMWએ ભારતમાં લોન્ચ કરી રેસિંગ બાઇક, કિંમત જાણીને ચોંકી જશો
આ બાઈકમાં કાર્બન ફાઇબર ફાયરિંગ, એલ્યુમિનિયમ WSBK સ્વિનગ્રામ, ડાયનામિક ટ્રેક્શન કન્ટ્રોલ, પિટ લેન લિમિટર, એન્ટી હોપિંગ કલ્ચ અને લોન્ચ કન્ટ્રોલ આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ લક્ઝુરિયસ કાર નિર્માતા કંપની BMWએ ભારતમાં તેની HP4 Race બાઇકને લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત ભારતમાં 85 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. BMWની આ ટ્રેપ ફોકસ્ટ મોટરસાઇકલને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત વર્ષે રજૂ કરવામાં આવી હતી. BMW HP4 Race એક લિમિટેડ એડિશન મોટરસાઇકલ છે
BMW HP4 Race વિશ્વની એવી પ્રથમ બાઇક છે જેમાં કાર્બન ફાઇબર મેનફ્રેમ આપવામાં આવ્યું છે. 999cc, ઈન લાઇન ફોર સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 13,900 rpm પર 215bhp પાવર અને 10,000 rpm પર 120Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -