આ પોર્ટલ્સથી રેલવે ટિકિટ બુક કરાવવી હવે પડશે મોંઘી
કંપનીઓનું કહેવું છે કે, ફીસમાં વધારો કરવાથી તેને નુકસાન થશે અને IRCTCની પોતાની વેબસાઈટની તુલનામાં નોન કોમ્પીટીટર થઈ જશે. IRCTCના કોન્ટ્રાક્ટમાં લુક ટુ બુક રેશિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે 70 ઇન્ક્વાયરી પર ઓછામાં ઓછી એક ટિકિટ બુક થવી જોઈએ. IRCTCના કોન્ટ્રાક્ટ નિયમ અનુસાર જો 70 ઇન્ક્વાયરી પર એક ટિકિટ બુક ન થાય તો પછી દરેક ઇન્ક્વાયરી પર 25 પૈસા ચૂકવવાના રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા IRCTC તરફથી આ વેબસાઈટ્સ પાસેથી ફ્લેટ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવતો હતો. IRCTCના પ્રસ્તાવિત આઈપીઓ પહેલા કંપનીનો આ નિર્ણય આવક મેળવવાની એક નવી રીત તરીકે જોવા માં આવી રહી છે. જોકે સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓ IRCTCના આ નિર્ણયથી ખુશ નથી.
નવી દિલ્હીઃ હવેથી મેક માય ટ્રિપ, યાત્રા, પેટીએમ અને ક્લિયર ટ્રિપ જેવા પોર્ટલ્સ અને એપ્સથી રેલવે ટિકિટ કરાવવી મોંઘી પડી શકે છે. આઈઆરસીટીસીએ હવે અન્ય પોર્ટલ્સ દ્વારા ટિકિટ બુકિંગ કરાવવા પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. IRCTCનું કહેવું છે કે, હવે આ સાઈટ્સ પરથી ટીકિટ બુક કરાવવા પર પ્રતિ ટિકિટ 12 રૂપિયા ચાર્જ લાગશે. તેના પર ટેક્સ અલગથી ચૂકવવો પડશે. IRCTC ભારીય રેલવેની સહાયક કંપની છે. આ કંપની કેટરિંગ, ટૂરિઝમ અને ઓનલાઈન ટિકિટિંગનું કામ જુએ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -