BMWએ ભારતમાં લોન્ચ કરી નવી કાર, જાણો કિંમત અને વિશેષતા
ભારતીય માર્કેટમાં BMW X1નો મુકાબલો Mercedes GLA, Audi Q3 અને તાજેતરમાં જ લોન્ચ થયેલી Volvo XC40 સાથે થશે. આ ત્રણેય મોડલની કિંમત 34 લાખથી લઈને 44 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppsDrive20d M Sportમાં 2.0 લીટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. આ નવા વેરિયન્ટમાં XDriveમાં આપવામાં આવેલા 8.8 ઈંચ યૂનિટની તુલનામાં 6.5 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. જોકે તેમાં હેડ અપ ડિસ્પ્લે સિસ્ટમ નથી આપવામાં આવી.
નવી દિલ્હીઃ BMWએ X1 સિરિઝમાં લેટેસ્ટ વેરિયન્ટ રજૂ કર્યું છે. આ વેરિયન્ટનું નામ sDrive20d M Sport છે. આ નવી SUVના ટોપ મોડલની ભારતીય બજારમાં કિંમત 44.50 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.
આ નવું વેરિયન્ટ ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં સેફ્ટી કિટ અને વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટેશનના હિસાબથી ટોપ વેરિયન્ટ જેવુ છે. એસડ્રાઇવમાં બીએમડબલ્યુની ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ આપવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -