Book my chotu પર મળે છે ATM, બેંકની લાઈનમાં ઉભા રહેવા માટે હેલ્પર, કલાક પ્રમાણે ચૂકવવો પડશે ચાર્જ, જાણો
વેબસાઇટના એરિયા મેનેજર રવિ સિંહ કહે છે કે વ્યસ્ત દિનચર્યાને કારણે ઘણા લોકો કલાકો સુધી બેન્કોની લાઇનમાં નથી ઊભા રહી શકતા. તેવામાં લોકોને સેવા ખૂબ પસંદ પડી રહી છે. નોટબંધી બાદ રોજ 5 6 લોકો બેન્ક, એટીએમ અને પોસ્ટ ઓફિસમાં ઊભા રહેવા માટે ઓનલાઇન છોટુને બુક કરાવી રહ્યા છે. હોસ્પિટલ અને દવાની દુકાનોમાં પણ છોટુ લાઇનમાં ઊભા રહે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે સેવા માટે સગીરોનો ઉપયોગ નથી કરવામાં આવતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટુંનું બુકિંગ ઓનલાઇન થાય છે. ઓનલાઇનમાં અરજદારનું નામ, મોબાઇલ નંબર, જરૂરીયાતની જગ્યા અને પેમેન્ટ વગેરેની માહિતી આપીને ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે. બુકિંગ બાદ છોટુ 10 મિનિટમાં જણાવેલી જગ્યાએ પહોંચી જાય છે. સરજિત સિંહ બેદીએ એક વર્ષ પહેલાં સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતું. શરૂઆતમાં ઘરોમાં ટૂંકાગાળાના મદદગાર, સફાઈ કામદાર, ચોકીદાર, હોસ્પિટલ, રાશન કે અન્ય જગ્યાઓ ઉપર લાઇનમાં ઊભા રહેવાનાં કામો માટે સેવા શરૂ કરવામાં આવી હતી.
દિલ્હી એનસીઆરમાં બીજાનાં બદલે બેન્ક એટીએમમાં આગળ ઊભા રહેનારા યુવકો માટે હવે ઓનલાઇન બુકિંગ શરૂ થયું છે. સ્ટાર્ટ અપનું નામ 'બુક માય છોટુ' છે. તેમનું વેબસાઇટ મારફતે ઓનલાઇન બુકિંગ શરૂ થાય છે. લાઇનમાં ઊભા રહેવાનો ચાર્જ એક કલાકના રૂ. 90 છે. છોટુને તેનાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ટ્રાવેલ ચાર્જ ચૂકવવો પડશે.
500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવાથી મુશ્કેલીનો સામનો કરી રહેલ લોકોની મદદ કરવા માટે એક વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઈટ એવા લોકોની મદદ કરે છે જે બેંક અને એટીએમની બહાર લાગતી લાઈનમાં ઉભા રહીને થાકી ગયા ગોય. આ વેબસાઈટનું નામ BookMyChotu છે. તેની મદથી લાઈનમાં ઉભા રહેવા માટે કોઈ એક વ્યક્તિને બોલાવી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -