નોટબંધી: હવે Big Bazaarમાંથી પણ મળશે 2000 રૂપિયા, આ છે પ્રોસેસ
નોટબંધી બાદ બેંકો અને એટીએમ બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે, બેંકોનો દાવો છે કે ધીમે ધીમે આ લાઈનો ઘટી રહી છે. કેશની મુશ્કેલીને દૂર કરવા માટે આ પહેલા પેટ્રોલ પંપ પર ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી 2000 રૂપિયા ઉપાડી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો અને હવે બિગ બજારમાંથી પણ રોકડ મેળવી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સપર્ટનું કહેવું છે કે, આ પગલું માર્કેટ અને અન્ય જગ્યાએ સેલ વઘારવા માટે અસરકારક રહેશે. તેમનું કહેવું છે કે, નોટબંધી બાદ ઓનલાઈન પેમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને તેનાથી કેશની આદત ઓછી થઈ જશે અને ડિજિટલ પેમેન્ટમાં વધારો જોવા મળશે.
તેની પ્રોસસ ખૂબ જ સરળ છે. તમારું ડેબિટ કાર્ડને સ્વાઈપ કરો, તમારો પિન નંબર નાંખો અને 2000 રૂપિયા એન્ટર કરો. રૂપિયા તમારા હાથમાં હશે. જણાવીએ કે આ સુવિધા ક્યાંથી મળશે તેના માટે તમારે કેશ કાઉન્ટર પર પૂછવાનું રહેશે.
નવી દિલ્હીઃ નોટબંધીનો સામનો કરી રહેલ લોકોને હવે બિગ બજારે રાહત આપતી જાહેરાત કરી છે. જે લોકો પાસે ડેબિટ કાર્ડ છે તે તેની મદદથી 2 હજાર રૂપિયા સુધી બિગ બજારમાંથી ઉપાડી શકે છે. આ સેવા ગુરુવાર એટલે કે 24 નવેમ્બરથી શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, બિગ બજાર લોકોની મદદ માટે મિની એટીએમ લગાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -