થઈ જાવ તૈયાર! બ્રિટાનિયા, અમૂલ, ડાબરની પ્રોડક્ટ થશે મોંઘી, સાબુ-બિસ્કીટ-શેમ્પુ-આઇસ્ક્રીમ-હેર ઓઇલ મોંઘા થશે
અમુલના કહેવા મુજબ ખાંડ અને મીલ્ક પાવડરના ભાવ વધતા બે વર્ષ બાદ અમે પથી ૮ ટકા ભાવ વધારો કરવા જઇ રહ્યા છીએ. વિપ્રો કન્ઝયુમર કેરના સીઇઓ વિનિત અગ્રવાલ કહે છે કે, ૩ વર્ષ બાદ સાબુના ભાવ પહેલીવાર વધારવામાં આવી રહ્યા છે. સંતુર શોપના ઉત્પાદક કહે છે કે, પામ ઓઇલ સહિત કાચોમાલ મોંઘો બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની સૌથી મોટી આઇસ્ક્રીમ પ્રોડકટ કંપનીએ આ અંગે કહ્યુ છે કે, બે વર્ષ બાદ ભાવમાં પ થી ૮ ટકાનો વધારો કરવો પડે તેમ છે. ખાંડ અને દુધની બનાવટો મોંઘી થવાથી આ વધારો કરવો પડી રહ્યો છે. પારલે અને ડાબર જેવી કંપનીઓની યોજના પ્રોડકટની માત્રા ઘટાડવા, પ્રમોશનમાં કાપ વગેરે પગલા લઇ રહી છે. ગુડ-ડેના એમડી વરૂણ બેરીનુ કહેવુ છે કે, મોંઘવારીના માર સાથે તાલમેલ કરવા પ્રયાસો થઇ રહ્યા છે. અમારી પ્રોડક્ટ ૬ થી ૭ ટકા મોંઘી થશે.
નોટબંધીના કારણે આવેલી મંદીથી કન્ઝયુમર ગુડસ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડમાં આવેલી ઘટ હજુ સુધી ભરપાઇ થઇ નથી. ભાવ વધારાનું આ એક કારણ છે. બિસ્કીટ કંપની બ્રિટાનીયાનુ કહેવુ છે કે, બિસ્કીટના ભાવમાં ૭ ટકાનો વધારો કરવો પડે તેમ છે. બીજી તરફ દેશની ત્રીજી મોટી સાબુની બ્રાન્ડ સંતુરના ઉત્પાદન વિપ્રો કન્ઝયુમર કેરનુ કહેવુ છે કે, અમારી પ્રોડકટનો ભાવ પ ટકા સુધી વધી શકે છે.
બ્રિટાનીયા, અમુલ, ડાબર, પારલે જેવી ટોચની કંપનીઓએ પોતાની પ્રોડકટના ભાવ વધારવા અને પેકેજ્ડ પ્રોડકટની માત્રા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મીલ્ક પાવડર, ખાંડ, પામ ઓઇલના ભાવો છેલ્લા એક વર્ષમાં ૮૦થી ૯૦ ટકા સુધી વધી ગયા છે. સાથોસાથ વૈશ્વિક સ્તરે કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે પણ ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ આગામી ઉનાળામાં જીવન જરૂરી કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થવાને છે. આવનારા દિવસોમાં સાબુત, આઈસક્રીમ અને બિસ્કીટની ભાવમાં વધારો થશે. રોજીંદી જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ભાવમાં વધારો કરવાનો નિર્ણય દેશની મુખ્ય કંપનીઓએ લીધો છે. ભાવ વધારાનું કારણ ઓપરેશન ખર્ચમાં વધારો થવાનું તર્ક આપવામાં આવ્યું છે.
પારલે પ્રોડકટનું કહેવુ છે કે અમે વજનમાં ઘટાડો કરવા જઇ રહ્યા છીએ. ૮ થી ૧ર ટકાનો ભાવ વધારો કરવો પડશે. સ્નેકસમાં પણ ભાવ વધારો થશે. વાટીકા સેમ્પુ અને રિયલ જયુસ બનાવતા ડાબરનુ કહેવુ છે કે, ઇનપુટ કોસ્ટ વધતા અમારી સ્થિતિ હાલક-ડોલક થઇ ગઇ છે. ભાવ વધારો કરતા પહેલા અમે માર્ચ મહિનાની રાહ જોશુ. મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ બીઝનેસના હેડ બાસુ કહે છે કે અમે પણ ભાવની સમીક્ષા કરવા જઇ રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -