Idea આપી રહ્યું છે 1 રૂપિયામાં અનલિમિટેડ 4G ઇન્ટરનેટની સુવિધા, જાણો શું છે શરતો
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાના તમામ ગ્રાહકોને 99 રૂપિયામાં એક વર્ષ માટેની મેમ્બરશિપ આપીને 303 રૂપિયા મહિનાના રિચાર્જ પર અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. એટલે કે તેમાં કોલિંગ અને એસએમએસની સાથે ડેટા પણ અનલિમિટેડ ફ્રી હશે. તેના માટે અલગથી કોઈ ચાર્જ નહીં લાગે. તેના માટે બસ એક વર્ષ માટે પ્રાઈમ મેમ્બર બનવું પડશે. ત્યાર બાદ 303 રૂપિયાનું રિચાર્જ કરાવીને હાલમાં ચાલી રહેલ હેપ્પી ન્યૂ યર ઓફરનો લાભ લઈ શકાય છે. જોકે કંપનીએ આ ઉપરાંત પણ જિયોએ અન્ય ઓફર પોતાના ગ્રાહકો માટે લાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિયો લોન્ચિંગ બાદથી ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર ચાલી રહ્યું છે. કંપનીઓ પોતાના ગ્રાહકોને પોતાની સાથે જોડી રાખવા માટે અનેક નવી ઓફર્સ આપી રહી છે. જિયોની ફ્રી ઓફર તરફ ગ્રાહકો આકર્ષિત થઈ રહ્યા છે, કંપની પોતાના હાલના પ્લાન્સમાં ઘટાડો પણ કરી રહી છે. તેનો સૌથી વધારે ફાયદો ગ્રાહકોને જ થઈ રહ્યો છે.
એક કલાકમાં તમે કંઈપણ કરશો તે ફ્રી હશે. પછી તમે સર્ફિંગ કરો કે ડાઉનલોડિંગ કરો બધુ જ ફ્રી હશે. તેના માટે કંપનીએ એક મોટી શરત રાખી છે. આ ઓફર મર્યાદિત સમય માટે જ છે. આ ઓફર માત્ર હાલના આઈડિયાના ગ્રાહકો માટે જ છે, સાથે જ યૂઝરસ પાસે 4જી સ્માર્ટપોન અને આઈડિયાનું 4જી સિમ હોવું જરૂરી છે. ઉપરાંત એક કલાકની સુવિધાનો લાભ માત્ર એક જ વખત લઈ શકાશે.
ગ્રાહકોને ઓછી કિંમતમાં વધારે ડેટા મળી રહ્યો છે. ટેલિકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન અને બીએસએનલ બાદ હવે આઈડિયા સેલ્યૂલરે એક જોરબદસ્ત પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 1 રૂપિયાની કિંમતમાં અનલિમિટેડ 4જી ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે.
આ ઓફર અંતર્ગત આઈડિયા યૂઝર્સને માત્રે 1 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા આપવામાં આવશે. જોકે, ઓફર માત્ર 1 કલાક માટે વેલિડ હશે. તેના માટે ગ્રાહકે પોતાના આઈડિયા નંબર પરથી 411 ડાયલ કરવાનું રહેશે. ત્યાર બાદ જે પણ સૂચના આપવામાં આવે તેને ફોલો કરવાની રહેશે. તેના માટે તમારા ફોનમાં 1 રૂપિયાથી વધારે બેલેન્સ હોવું જરૂરી છે. ત્યાર બાદ તમે 4જી ઇન્ટરનેટની મજા લઈ શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -