મુકેશ અંબાણીઃ એપ-આઘારિત ટેક્સી સેવા શરૂ કરવાની કોઈ યોજના નથી
રિલાયન્સ પ્રવક્તાએ અહેવાલ અંકે ટ્વિટ કરીને કહ્યું કે, અહેવાલ ખોટા છે અને અમે તેને રદિયો આપીએ છીએ. કંપનીના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, કંપનીનું કોઈ પણ અસંબંધિત ક્ષેત્રોમાં ઉતરવાનો કોઈ ઈરાદો નથી. જોકે, જિયોએ ચાલુ સપ્તાહની શરૂઆતમાં એપ-આધારિત ટેક્સી સેવા આપતી કંપની ઉબર સાથે ટેક્સી સેવાનો ઉપયોગ કરનારા માટે જિયો પ્રી-પેઈડ વોલેટ દ્વારા પેમેન્ટની સુવિધા માટે ભાગીદારી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિયોએ પોતાની ટેલીકોમ સેવા શરૂ થયાના 170 દિવસની અંદર 10 કરોડ ગ્રાહકોનો આંકડો વટાવી ગઈ છે. કંપનીએ સામાન્ય રીતે અફવાઓનો જવાબ નથી આપતી પરંતુ એક ઓનલાઈન પ્રકાશનમાં જ્યારે એ કહેવામાં આવ્યું કે, જિયોએ ટેક્સી સેવા શરૂ કરવાની માટે 600 કારનો ઓર્ડર આપ્યો છે ત્યારે ટ્વીટર પર આ સમાચારને કંપની તરફથી રદિયો આપવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે કહ્યું કે, તેની એપ-આધારિત ટેક્સી સેવા શરૂ કરવાની કોઈ યોજના નથી. કંપનીનું કહેવું છે કે, અસંબંધિત ક્ષેત્રમાં ઉતરવા પાછળનો કોઈ મતલબ નથી. વિતેલા ઘણાં સમયથી એવી અફવા ચાલતી હતી કે રિલાયન્સ ટૂંકમાં જ એપ-આધારિત ટેક્સી સેવા શરૂ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -