✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને ટક્કર આપવા BSNL-વોડાફોને મિલાવ્યા હાથ, હવે નહીં થાય કોલ ડ્રોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2016 03:06 PM (IST)
1

2જી નેટવર્કનું વિસ્તરણ થશેઃ વોડાફોન ઇન્ડિયાના મુખ્ય ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ સુદે આ કરારને વોડાફોન અને 2જી નેટવર્કના ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં વિસ્તરણ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, વોડાફોનને પોતાના નેટવર્કના વિસ્તરણ માટે ઘણું રોકાણ કર્યું છે. તેની સાથે જ કરારથી વોડાફોન તમિલનાડુમાં કવરેજ વધારવામાં મદદ મળશે, જ્યાં તે 900 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ફરી મેળવવામાં નિષ્ફળ રહી છે, જેનો ઉપયોગ તેણે વર્ષ 2015માં હરાજીમાં 2જી સેવાઓમાં કર્યો હતો. દેશભરમાં વોડાફોન ઇન્ડિયાના ટાવરોની સંખ્યા 1.37 લાખ છે. વોડાફોન ઇન્ડિયા બ્રિટેનની વોડાફોન ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે. તેનું સંચાલન દેશભરમાં થાય છે અને તેના યૂઝર્સની સંખ્યા 19.9 કરોડ છે. જ્યારે બીએસએનએલ પાસે 8.95 કરોડ ગ્રાહકો છે.

2

સારું થશે નેટવર્ક કવરેજઃ બીએસએલના ચેરમેન અને જનરલ મેનેજર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, આ કરાર થવાથી વોડાફોન અને બીએસએલ બન્નેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ વધારવામાં મદદ મળશે. બન્ને કંપનીઓ મળીને આવતા મહિને ગોવામાં બ્રિક્સ શિખર પરિષદમાં સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. બીએસએનલ મોબાઈલ યૂઝર્સની સંખ્યા પ્રમાણે જૂનમાં પાંચમાં નંબર પર આવી ગઈ હતી. દેશભરમાં તેની સાઈટની સંખ્યા 1.14 લાખ છે. કંપનીની ગ્રામીણ વિસ્તારમાં પહોંચ વધારે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, વોડાપોનની સાથે આ કરારથી ખાસ કરીને શહેરી વિસ્તારમાં તેનું નેટવર્ક કવરેજ સારું થઈ શકશે.

3

નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનલ અને ખાનગી ક્ષેત્રની કંપની વોડાફોને 2જી ઇન્ટર સર્કલ રોમિંગ કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત આ બન્ને કંપનીઓ પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકશે. તેની સાથે જ કોલ ડ્રોપમાં પણ ઘટાડો જોવા મળશે. આ બન્ને કંપનીઓ ઇન્ટરનેટથી લઈને ફ્રી કોલ સુધીની ઓફર પણ આપી શકેછે. તેનાથી સીધી રીતે રિલાયન્સ જિઓને ટક્કર મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioને ટક્કર આપવા BSNL-વોડાફોને મિલાવ્યા હાથ, હવે નહીં થાય કોલ ડ્રોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.