BSNLનો વધુ એક ધમાકો, ડાઉનલોડિંગ માટે 100 Mbps સ્પીડવાળો નવો પ્લાન લોન્ચ કર્યો
1998 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 250 જીબી સુધી 100 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ મળશે. બાદમાં સ્પીડ 1 Mbpsની થઈ જશે. આ પ્લાનની વેલિડિટી એક મહિનો રહેશે અને અનલિમિટેડ ડાઉનલોડીંગ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1298 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 125 જીબી સુધી 80 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ મળશે. બાદમાં સ્પીડ 1 Mbpsની થઈ જશે. આ પ્લાનની વેલિડિટી એક મહિનો રહેશે અને અનલિમિટેડ ડાઉનલોડીંગ મળશે.
998 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 50 જીબી સુધી 40 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ મળશે. બાદમાં સ્પીડ 1 Mbpsની થઈ જશે. આ પ્લાનની વેલિડિટી એક મહિનો રહેશે અને અનલિમિટેડ ડાઉનલોડીંગ મળશે.
BSNLએ ત્રણ નવા બ્રૉડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા છે, જેની શરૂઆત 998 રૂપિયાથી થાય છે. ત્રણેય પ્લાન 998 રૂપિયા, 1298 રૂપિયા અને 1998 રૂપિયાની કિંમતના છે. કંપની આને FBBO ULD 998, FBBO ULD 1298 અને FBOO ULD 1998 નામ આપ્યું છે. આ પ્લાન અન્ય શહેરોમાં લૉન્ચ થશે કે નહીં, તેના વિશે કંપનીએ હજુ સુધી કોઇ માહિતી આપી નથી.
100Mbpsની સ્પીડનો અર્થ થાય છે, 1 સેકન્ડમાં 100MB ડેટા ડાઉનલૉડ થશે. એટલે કે કોઇ મૂવી 1GB (1000MB) સાઇઝની હોય તો તે તેને માત્ર 10 સેકન્ડમાં જ ડાઉનલૉડ થઇ જશે. યૂઝર 100Mbpsની સ્પીડમાં 1 મિનીટની અંદર 1GB સાઇઝવાળી 6 મૂવી ડાઉનલૉડ કરી શકે છે. જોકે, Fiber-To-The-Home (FTTH) ના બધા પ્લાનમાં ડેટાની લિમિટ નક્કી કરેલી છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓનું ફોકસ હવે મોબાઈલ ડેટા અને સ્પીડ પર વધી ગયું છે. માટે તમામ કંપનીઓ સસ્તામાં વધુ ડેટા અને ઝડપી ઇન્ટરનેટ આપી રહી છે. આ સ્પર્ધામાં હવે સરકારી કંપની બીએસએનએલ પણ કૂદી ગઈ છે. કંપની પોતાના યૂઝર્સ માટે નવો બ્રોડબેન્ડ પ્લાન લાવી છે. બીએસએનએલના આ Fiber-To-The-Home (FTTH) પ્લાન અંતર્ગત યૂઝર્સને 100 Mbps સુધી ડાઉનલોડ સ્પીડ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -