PNB ગ્રાહકોને ઝાટકો, 5થી વધુ ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેશે
ગ્રાહકોને નિશુલ્ક મર્યાદાથી વધુ નાણાકીય લેવડદેવડ (એટીએમમાંથી ટ્રાન્જેક્શન) અને મિની સ્ટેટમેન્ટ કાઢવા પર પણ ચાર્જ આપવો પડશે. જોકે બેંકની અન્ય સુવિધાઓ માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહિ આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકે કહ્યું છે કે, બચત ચાલુ ઓવરડ્રાફ્ટ ખાતાધારકો પર મહિનામાં પાંચ વાર કે તેનાથી વધુ લેવડદેવડ કરવા પર 10 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શનના હિસાબે ચાર્જ લાગશે, ભલે પીએનબી કાર્ડધારક માત્ર પીએનબી એટીએમ પર જ ટ્રાન્જેક્શન કરે.
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે, પીએનબી એટીએમમાંથી તેના ગ્રાહકો માટેની મફત લેવડદેવડની સંખ્યા અને મફત લેવડદેવડથી વધુ લેવડદેવડ પરના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર, 2017થી આ નવા ચાર્જ લાગુ કરાશે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને બેંકો મોટો ઝાકયો આપ્યો છે. હવેથી પીએનબીના ગ્રાહકોએ મહિનામાંથી 5થી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ ઓક્ટોબરથી લાગુ થઈ જશે. હાલમાં ગ્રાહકોએ પીએનબીના એટીએમમાંથી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા. જોકે નવો નિયમ લાગુ થયા બાદ આ સુવિધા બંધ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -