આ શહેરમાં 2014 પછી પહેલી વખત પેટ્રોલ 80 રૂપિયાની નજીક
નવી દિલ્હીઃ સરકારે જ્યારથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિદિન ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી તેની કિંમતમાં એકતરફી વધારો જોવા મળ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમત એક વખત ફરીથી ચર્ચામાં આવી છે આયાતી ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લાં એક અઠવાડિયામાં બેરલદીઠ આશરે ૩.૫૦ ડોલર વધી જતાં દેશમાં પેટ્રોલનો ભાવ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીના સૌથી ટોચની સપાટીએ પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે જાહેર સત્તાવાર આંકડા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઇમાં લિટરે રૂપિયા ૭૯.૪૧ પર પહોંચ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય તેલ બાસ્કેટ ૭૩ ટકા સાઉર ગ્રેડ દુબઇ અને ઓમન ક્રૂડ્સ અને બાકીનું સ્વીટ ગ્રેડ બ્રેન્ટનું બનેલું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ બેરલદીઠ ૫૩.૬૩ ડોલરે પહોંચ્યું છે.
દરમિયાન, જુલાઈ મહિનાથી ફ્યૂઅલના ભાવના દૈનિક ફેરફાર હેઠળ મુંબઇમાં પેટ્રોલનો ભાવ સોમવારે રૂપિયા ૭૯.૪૧ થયો હતો, જે ઓગસ્ટ ૨૦૧૪ પછીનો સૌથી વધુ છે. એક મહિનામાં પેટ્રોલના ભાવમાં લિટરે રૂપિયા૧૩ અને ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા૨૫નો વધારો થયો હતો.
સોમવારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં લિટરે રૂપિયા૭૦.૩૦ હતો. કોલકાતામાં રૂપિયા૭૩.૦૫ અને ચેન્નાઇમાં રૂપિયા ૭૨.૮૭ પહોંચી ગયો હતો. અમદાવાદમાં 72.93ની આસપાસ ભાવ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -