BSNL એ લોન્ચ કર્યો ‘ઘર વાપસી’ પ્લાન, જાણો અન્ય હરિફ કંપનીઓથી કઈ રીતે છે અલગ
બીએસએનએલનો આ પ્લાન દેશભરમાં કંપની જ્યાં સર્વિસ આપી રહી છે તે તમામ સર્કલોમાં લાગુ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય ટેલીકોમ કંપનીઓની વાત કરવામાં આવે તો એરટેલના પ્લાનમાં અનલિમિટેડ કોલ, 100 એસએમએસની સાથે પૂરી વેલિડિટી માટે 20જીબી ડેટા મળે છે. આ જ રીતે આઈડિયાના 389 રૂપિયાના નિરવાના પ્લાનમાં અનલિમિટેડ રોમિંગ કોલની સાથે 20 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત વોડાફોનના 399 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલ, રોમિંગ કોલ અને 20જીબી ડેટા વેલિડિટી દરમિયાન ગ્રાહકોને આપવામાં આવે છે. આ રીતે બીએસએનએલનો આ પ્લાન અન્ય ટેલીકોમ કંપનીઓથી થોડો અલગ છે.
ગ્રાહકોને બીએસએનએલના ઘર વાપસી પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને પૂરી વેલિડિટી સાથે 30GB ડેટા મળશે. જોકે તેમાં SMS અને રોમિંગ કોલનો ફાયદો નહીં મળે. પરંતુ ખાનગી કંપનીઓની તુલનામાં ગ્રાહકોને વધારે ડેટા મળશે.
નવી દિલ્હીઃ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા આજે એક નવો પોસ્ટ પેઇડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં અન્ય ટેલીકોમ કંપનીઓની તુલનામાં વધારે ડેટા આપવામાં આવશે. કંપનીએ આ પ્લાનનું નામ ‘ઘર વાપસી’ રાખ્યું છે. ગ્રાહક આ પ્લાનનો ફાયદો 1 માર્ચ 2018થી લઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -