જિયોને ટક્કર આપવા આ કંપનીએ તમામ સર્કલ માટે લોન્ચ કર્યા 4G સિમ કાર્ડ, જાણો કિંમત
કંપનીનું કહેવું છે કે આ પ્લાનની સાથે યૂઝર્સ આઇપીએલના તમામ ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઇ શકશે. માટે યૂઝર્સ 30 એપ્રિલ સુધી રિચાર્જ કરાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBSNL પણ જિઓ અને એરટેલને ટક્કર આપવા માટે નવા નવા પ્લાન લઇને આવી રહી છે. હાલ જિઓ અને એરટેલે પણ આઈપીએલની ઓફર બહાર પાડી છે તો BSNL દ્વારા સૌથી સસ્તી ઓફર લોન્ચ કરવામાં આવી છે. આ પ્લાનમાં બીએસએનએલ હવે 248 રૂપિયામાં 51 દિવસની વેલિડિટી સાથે 153જીબી ડેટા આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે બીએસએનએલે ફેબ્રુઆરી 2018માં કેરળમાં 4જી સર્વિસ લોન્ચ કરી હતી. તેની સાથે જ કેરળ BSNLની 4જી સર્વિસ ધરાવતું દેશનં પ્રથમ રાજ્ય બની ગયું હતું. કંપનીએ કેરળના વિસ્તારોમાં તેના 4જી નેટવર્કની શરૂઆત કરી હતી.
આ અંગે ટ્વિટર પર એક યૂઝરે લેટર પોસ્ટ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે BSNL યૂઝર્સને 20 રૂપિયામાં 4જી સિમ આપવામાં આવશે. સિમ કાર્ડ અંગે કંપની વતી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
નવી દિલ્હીઃ BSNL તેના યૂઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કંપનીએ તમામ સર્કલ માટે 4જી સિમ લોન્ચ કરી દીધા છે. કંપની પ્રી-પેડ અને પોસ્ટ પેડ બંને યૂઝર્સને 4જી સિમ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -