Jioને ટક્કર આપવા BSNLએ લોન્ચ કર્યા ત્રણ ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 3GB ફ્રી ડેટા!
નહલે પર દહલા (STV395) પ્લાનમાં તમને લોકલ નેટવર્ક પર ફોન કરવા માટે 3000 મિનિટ આપવામાં આવશે. 1800 મિનિટ અન્ય નેટવર્ક માટે તથા 2 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવશે. બીએસએનએલે દાવો કર્યો છે કે નવી યોજનાથી મોટાપાયે યૂઝર્સ તેની સાથે જોડાઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ એક બીજાને પાછળ છોડવા માટે અનેક આકર્ષક ઓફરો લાવી રહી છે. જેનો સીધો લાભ યૂઝર્સને થઈ રહ્યો છે. ટેલીકોમની દુનિયામાં અનેક ફ્રી ઓફર લાવીને નંબર વન બનેલ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે સરકારી ટેલીકોમ કંપની બીએસએનેલે પોતાના ગ્રાહકો માટે ઓફરોની વણઝરા લાવી છે.
જાણકારી અનુસાર બીએસએનએનલે એક સાથે ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ પોતાના જૂના STV 339 પ્લાનમાં ફેરભાર કરતા હવે રોજના 2 જીબી ડેટાની જગ્યાએ 3 જીબી ડેટા આપવાનો નિર્ણય કર્યો છે.
નવા પ્લાનમાં બીએસએલને 349 રૂપિયાવાળોપ્લન 'દિલ ખોલ કે બોલ' (STV349), 333 રૂપિયાવાળો 'ટ્રિપલ એસ' (Triple Ace) (STV333) અને 395 રૂપિયા માસિકવાળા 'નહલે પર દહલા' (STV395) પ્લાન બજારમાં રજૂ કર્યો છે.
દિલ ખોલ કે બોલ (STV349) પ્લાનમાં રોજ 2 જીબી ડેટા આપવામાં આવશે. પોતાના નેટવર્ક પર અનલિમિટેડ લોક અને એસટીડી કોલની સુવિધા આપવામાં આવશે. ટ્રિપલ એસ (STV333) 90 દિવસ સુધી 3 જીબી ડેટા આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -