TDSATમાં Jioની ફ્રી ઓફરને લઈને સુનાવણી 3 મે સુધી ટળી
આ બન્ને મામલે હવે ત્રણ મેના રોજ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે, ટ્રાઈએ 31 જાન્યુઆરીના રોજ પોતાના નિર્ણયમાં જિઓની ફ્રી કોલ અને ડેટા સેવા નિયામકીય દિશાનિર્દેશોની અનુસાર જણાવી હતી જેનો અન્ય કંપનીઓએ વિરોધ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજી ભારતી એરટેલ અને આઈડિયા સેલ્યુલરે કરી હતી. તેની સાથે જ એરટેલે જિઓ દ્વારા પોતાની સમર સરપ્રાઈઝ ઓફરને ખત્મ કરવામાં જાણી જોઈને વિલંબ કરવાની વિરૂદ્ધ પણ એક અરજી દાળલ કરી હતી.
આ અરજી જિઓની પોતાની ફ્રી ઓફર નિર્ધારિત 90 દિવસથી વધારે સમય સુધી જારી રાખવાની મંજૂરી આપવાના ટ્રાઈના નિર્ણયની વિરૂદ્ધ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ફ્રી ઓફર પર નિયામક TRAIના નિર્ણયને પડકારતી એક અરજી પર થનારી સુનાવણીને ટેલિકોમ ટ્રિબ્યૂનલે TDSATએ ત્રણ મે સુધી ટાળી દીધી છે. 4જી ડાઉનલોડ સ્પીડમાં માર્ચમાં પણ રિલાયન્સ જિઓ સૌથી આગળ રહી હતી જ્યારે આઈડિયા બીજા અને એરટેલ ત્રીજા સ્થાન પર રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -