Jioને ટક્કર આપવા આ કંપની આપી રહી છે 143 રૂપિયામાં અનલિમિટેડ કોલિગં અને પ્રતિદિન 1GB હાઈ સ્પીડ ડેટા
જોવા જઈએ તો જિઓ પોતાના 399 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન પર 84 દિવસ સુધી પ્રતિદિન એક જીબી ડેટા આપે છે. તેવી જ રીતે જિઓ ગ્રાહકોએ પ્રતિદિન 4.75 રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેવી જ રીતે બીએસએનએલના આ પ્લાનમાં ઉપભોક્તાઓએ પ્રતિદિન 4.76 રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ રીતે BSNL અને જિઓના પ્લાન લગભગ એક સરખા જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBSNLના ડાયરેક્ટર (કન્ઝ્યુમર મોબિલિટી) આરકે મિત્તલે કહ્યું કે, આ વોઈસ અને ડેટા કેન્દ્રિત પ્લાન 429 રૂપિયામાં ઉપલબ્ધ છે. એક બાજુ જોવા જઈએ તો 143 રૂપિયા પ્રતિ મહિનામાં ગ્રાહકોને ત્રણ મહિના સુધી કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ (લોકલ અને એસટીડી) તથા 90 જીબી ડેટા મળે છે. તેમણે દાવો કર્યો છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ કોઈપણ પ્લાન કરતાં BSNLનો આ પ્લાન સૌથી સસ્તો છે.
BSNL મંગળવારે જારી પોતાના એક નિવેદનમાં કહ્યું કે આ પ્લાન રાષ્ટ્રીય સ્તર પર કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઈસ કોલ તથા 90 જીબી ડેટા (1 જીબી પ્રતિદિન) ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે.
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએલે ઉદ્યોગમાં નવી આવેલ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે હવે તેના જેવો જ નવો પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલે 429 રૂપિયાનો નવો વોઈસ અને ડેટા પ્લાન રજૂ કર્યો છે, જે પ્રીપેડ મોબાઈલ યૂઝર્સને 90 દિવસ સુધી પ્રતિદિન 1 જીબી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા આપે છે. આ રીતે એક મહિના માટે તમારે 143 રૂપિયા ખર્ચ કરવા પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -