BSNL લાવ્યું લૂટ લો ઓફર, 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે
નવી દિલ્હીઃ બીએસએનએલ પોતાના યૂઝર્સ માટે ખાસ ઓફર રજૂ કરી છે. ખાસ વાત એ છે કે આ ઓફનો લાભ માત્ર માર્ચ મહિનામાં જ લઈ શકાશે. આ ઓફર બીએસએનએલના પોસ્ટપેડ યૂઝર્સ માટે જ છે. આ ઓફર અંતર્ગત BSNLના પોસ્ટપેડ પ્લાન્સ પર એક વર્ષ માટે 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના માટે કંપનીએ એક શરત રાખી છે. ઑફર અંતર્ગત નવું સિમકાર્ડ ખરીદનાર ગ્રાહકોને સિમ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. નવા અને જૂના બંને યૂઝર્સ આ ઑફરનો લાભ ઉઠાવી શકશે.
જો 1525 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 60 ટકા રેન્ટલ ડિસ્કાઉન્ટ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કૉલ્સ, એસએમએસ અને ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. જો કે આના માટે 12, 6 કે પછી 3 મહિનાનો એડવાન્સ રેન્ટલ વાળો પ્લાન લેવો પડશે. જો 12 મહિનાના એડવાન્સ રેન્ટલ વાળો પ્લાન લેશો તો તમને 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 6 મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન પર 45 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે અને 3 મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ઉપરાંત BSNLના 1125 રૂપિયા વાળા માસિક પ્લાનમાં પણ 60 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશો. જ્યારે 799 અને 725 રૂપિયાવાળા માસિક પ્લાનમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તથા 525 રૂપિયા વાળા પ્લાનમાં 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 325 વાળા પ્લાનમાં 25 ટકા અને 225 રૂપિયા વાળા પ્લાનમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.
જ્યાં સુધી તમે 12 મહિના, 6 મહિના કે પછી 3 મહિનાના કોઇ એડવાન્સ રેન્ટલ પ્લાનને નહીં લો ત્યાં સુધી તમને ડિસ્કાઉન્ટ નહીં મળે. જો તમારે રિન્ટલ ડિસ્કાઉન્ટ જોઇતું હોય તો પહેલાં આમાંથી કોઇ એક પ્લાન પસંદ કરવો પડશે. યાદ રહે કે આ ઑફરનો લાભ માત્ર 31મી માર્ચ સુધી જ મેળવી શકશો.