BSNLનો 399 રૂપિયાનો પ્લાન માત્ર 100 રૂપિયામાં, જિયોને આપશે ટક્કર
જે લોકો કૂપનને આ એલપીજી બિલો પર પ્રિન્ટ કરાવશે, તેમને ઓપરેટર પાસેથી નવુ સિમ કાર્ડ મળશે ત્યારબાદ 399 રૂપિયાવાળું પ્રથમ રિચાર્જ ફક્ત 100 રૂપિયામાં થઈ જશે. આ સિમકાર્ડને BSNLના કોઈ પણ ટચ પોઈન્ટ પરથી લઈ શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: BSNLએ જિયોને ટક્કર આપવા પોતાના 399 રૂપિયાના પ્લાનમાં મોટા ફેરફાર કર્યો છે અને એક મેગા ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ BSNL 399 રૂપિયાના રિચાર્જ પ્લાનને માત્ર 100 રૂપિયામાં આપી રહ્યું છે. જોકે, આ ઓફર માત્ર 7 રાજ્યો માટે છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.
આ પ્લાનનો લાભ એવા ગ્રાહકોને મળશે જે BSNLના નેટવર્ક સાથે જોડાઈ રહ્યાં છે. આ સિવાય એવા લોકોને પણ રિચાર્જ પ્લાનનો ફાયદો મળશે જે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી દ્વારા BSNLના નેટવર્ક સાથે જોડાઈ રહ્યાં છે. આ કૂપન આ 7 રાજ્યોમાં એલપીજીના ડિલરો દ્વારા અપાઈ રહી છે. આ ઓફર એવા લોકો માટે છે, જે પોતાના એલપીજી કનેક્શન આઈઓસીએલ અથવા પછી એચપીસીએલ પાસેથી મેળવે છે. આ રાજ્યોમાં રહેતા ગ્રાહકોને આ ઓફરને લેવા માટે આઈઓસીએલ અથવા પછી એચપીસીએલના ડોમેસ્ટિક બીલો પર BSNL કૂપનને પ્રિન્ટ કરાવવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -