આ કંપનીના શેર ખરીદતા પહેલા ધ્યાન રાખજો, ફસાઈ જશો તમે!
આવકવેરા વિભાગે ચિફ કમિશ્નર (કર્ણાટક અને ગોવા સર્કલ) રાઠીએ જણાવ્યું કે, આ શેરનું વેચાણ અથવા ટ્રાંસફર આવકવેરા અધિનિયમ 1961ની કલમ 281નું ઉલ્લંઘન છે. જેથી આવા શેર જે પણ ખરીદે તે પોતાના જોખમ પર ખરીદશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા અધિકારી એન. રાઠીએ જણાવ્યું કે, અમે લોકોને માલ્યાની કંપની યૂનાઈટેડ રેસિંગ એન્ડ બ્લડસ્ટોક બ્રીડર્સ લિ.(યૂઆરબીબીએલ)ના શેરને ખરીદતા પહેલા સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છીએ. સાથે ઈ-હરાજીમાં આ શેરની ખરીદી લોકો પોતાના જોખમે કરે, કારણ કે, આ તમામ શેર ટેક્સ ચોરીના મામલામાં અમારી પાસે કસ્ટડીમાં છે.
ઓથોરિટી યૂઆરબીબીએલમાં માલ્યાના 41,52,272 શેરની 30 ઓક્ટોબરે ઈ-હરાજી કરવા જઈ રહી છે, જેથી તેના દ્વારા 17 બેન્કોના કન્સોર્ટિયમથી પોતાની બંધ થયેલા કિંગફિશર એરલાયન્સ માટે 2008 થી 2012 વચ્ચે લીધેલી લોન વસુલ કરી શકાય.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે લોકોને સલાહ આપી છે કે તે, ભાગેડુ લિકર કિંગ વિજય લ્યાની કંપનીના 41 શેર ન ખરીદે, જેની ઈ-હરાજી ઓથોરિટી દ્વારા 30 ઓક્ટોબરના રોજ થવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -