BSNLનો આ 'મેગા પ્લાન' Jioને આપશે ટક્કર, જાણો ક્યારથી શરૂ થશે
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિ (BSNL) ૧ જાન્યુઆરી ૨૦૧૭થી સ્પેશિયલ ટેરિફ પ્લાન લોન્ચ કરી રહી છે, જેથી તેના મોબાઇલ ગ્રાહકો જીવનભર કોઈ પણ ટેલિકોમ કંપનીને ફ્રી લોકલ અને નેશનલ વોઇસ કોલ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પગલાનો હેતુ માર્કેટમાં નવો પ્રવેશ કરનારી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમની ફ્રી વોઇસ ઓફર સામે સ્પર્ધા કરવાનો છે. BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હતું કે, અમે માસિક રૂપિયા ૧૪૯ના પ્લાન પર કામ કરી રહ્યા છીએ, જેનાથી દેશભરમાં અન્ય નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ થઈ શકશે.
આ પ્લાનમાં ૩૦૦ MB ડેટા પણ મળશે. જીઓનો પ્લાન પણ રૂપિયા ૧૪૯નો છે, જેમાં અનલિમિટેડ વોઇસ કોલ, ૩૦૦ MB ડેટા અને ૧૦૦ લોકલ અને નેશનલ SMS (૨૮ દિવસ માટે) મળે છે. જીઓ દ્વારા પાંચમી સપ્ટેમ્બરે જીવનભર સુધી ફ્રી વોઇસ કોલ અને ત્રણ મહિના સુધી ફ્રી ડેટાની ઓફર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -