Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
BSNLનો નવો પ્લાનઃ 548 રૂપિયામાં 3 મહિના માટે 5 જીબી ડેટા પ્રતિદિવસ
દરેક સર્કલમાં આ પ્લાનની કિંમત અલગ અલગ હશે. જેમ કે 258 રૂપિયાવાળો પ્લાન ગુજરાતમાં 259 રૂપિયામાં મળશે. ઉપરાંત 378 રૂપિયાવાળા પ્લાનની કિંમત 379 હશે. એટલું જ નહીં 548 રૂપિયાવાળા પ્લાનમાં ગુજરાતમાં યૂઝર્સને 5 જીબી ડેટા પ્રતિ દિવસ મળશે જ્યરે પંજાબ યૂઝર્સને માત્ર 4 જીબી ડેટા પ્રતિદિવસ મળશે. જોકે પ્લાનની વેલિડિટી તમામ સર્કલમાં એકસરખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App548 રૂપિયાવાળા પેકમાં 90 દિવસ એટલે કે 3 મહિના માટે 5 જીબી ડેટા પ્રતિદિવસ પ્રમાણે આપવામાં આવશે. લિમિટ ખતમ થયા બાદ 80 કેબીપીએસની સ્પીડ મળશે. જોકે આ પ્લાનમાં વોઇસ કોલિંગની સુવિધા નહીં મળે.
કંપનીની ઓફર પ્રમાણે 258 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 220 રૂપિયા સુધીનો ટોકટાઈ, 110 ફ્રી ઓન નેટ વોયસ કોલિંગ મળસે. આ પેકની વેલિડિટી 30 દિવસની રહેશે. જ્યારે 378 રૂપિયાવાળા કોમ્બો પેકમાં 4 જીબી પ્રતિ દિવસનો ડેટા આપવામાં આવશે. એક દિવસમાં 4 જીબીની લિમિટ ખતમ થયા બાદ 80 કેબીપીએસની સ્પીડ મળશે. આ પેકમાં ઓન નેટ અનલિમિટેડ કોલિંગ અને ઓફ નેટ માટે 30 મિનિટ પ્રતિદિવસ લેવામાં આવશે. આ પેકની વેલિડીટી 30 દિવસની રહેશે.
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે બુધવારે ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા છે. જોકે આ પ્લાન બધા સર્કલ માટે નથી. કંપનીએ 258 રૂપિયા, 378 રૂપિયા અને 548 રૂપિયાની ત્રણ ઓફર રજૂ કરી છે. હાલમાં કંપનીએ આ પ્લાનને પંજાબ અને ગુજરાત સર્કલ માટે જ લોન્ચ કર્યા છે. કંપનીની વેબસાઇટ પર બે સર્કલ માટે આ પ્લાન બતાવી રહ્યા છે. કહેવાય છે કે, સર્કલ પ્રમાણે પ્લાન્સની કિંમત અલગ અલગ હોઈશકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -