Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
હવે પેમેન્ટ વગર બે જ ક્લિક કરીને ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરાવો, રેલવેએ શરૂ કરી આ નવી સર્વિસ...
આઈઆરસીટીસી રોજ સરેરાશ ૧.૩૦ લાખ ટિકિટ આપે છે અને આ પૈકી મોટાભાગની તત્કાલ ટિકિટ માટે બુકિંગ શરૂ થાય તે સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ ટિકિટ બુક થઈ જાય છે. અત્યાર સુધી યુઝર્સ આઈઆરસીટીસી દ્વારા તેની ટિકિટ કન્ફર્મ થાય તે પહેલાં સ્ટાન્ડર્ડ ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે પેમેન્ટ કરતા હતા. તેમાં અનેક સેકન્ડ્સનો વિલંબ થતો હતો અને પરિણામ ટિકિટ કન્ફર્મ થતી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપના યુઝર્સ તેમના ઘરે બેઠાં જ ટિકિટ મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકશે અને કેશ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ મારફતે પેમેન્ટ કરી શકશે. આઈઆરસીટીસીની ‘પે-ઓન ડિલિવરી’ પેમેન્ટ પ્રોવાઈડર એન્ડુયરિલ ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડે બુધવારે આ અંગે જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ રેલવે યાત્રાને સુવિધાજનક અને સરળ બનાવવાના પોતાના પ્રયત્નો અંતર્ગત ભારતીય રેલવેએ બુધવારથી એક નવી સુવિધા શરૂ કરી છે. હવે રેલવેની તત્કાલ ટિકિટ પર પણ ટિકિટ બુક કરાવ્યા પછી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ સુવિધા હાલમાં માત્ર સામાન્ય ટિકિટના બુકિંગ પર જ ઉપલબ્ધ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -