Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આજે બપોરે ઉર્જિત પટેલ રજૂ કરશે RBIની નાણાં નીતિ, 0.25% ઘટી શકે છે રેપો રેટ
ઇન્ડિયન બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર કિશોર ખરાટ કહે છે કે આરબીઆઇ આ વખતે 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જોકે એ પણ છે કે માર્કેટમાં પર્યાપ્ત લિક્વિડિટી હોવાથી કેશ રિઝર્વ રેશિયો (CRR) કે SLR કોઇ ફેરફાર થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્ક ઓફ મહારાષ્ટ્રના ડાયરેક્ટર આરપી મરાઠે કહે છે કે અમને આ વખતે રેટ કટની આશા છે. દરોમાં ઓછામાં ઓછો 25 બેસિસ પોન્ટનો કાપ આવવાની ધારણા છે. મોંઘવાની નીચા સ્તરે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સતત ગબડી રહ્યો છે. તેથી રેટ કટની જરૂરીયાત વધી ગઇ છે, જેનાથી ક્રેડિટ ગ્રોથ વધશે.
જો રિઝર્વ બેન્ક રેટ કટનો નિર્ણય કરશે તો હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન્સ સસ્તી થશે. કેમકે આ બધી લોનના માસિક હપતા (ઇએમઆઇ)માં ઘટાડો થશે. એસબીઆઇએ તેના બચત ખાતા પરના વ્યાજ દરને 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો છે. તેથી રેટ કટ આવે તો લોનો પરના વ્યાજ દરમાં પણ ઘટાડો થવાનું શક્ય છે.
નવી દિલ્હીઃ હોમ અને કાર લોન સસ્તી થવાની રાહ જોઈ રહેલ લોકો માટે આજે બપોરે સારા સમાચાર આવી શકે છે. રિજ્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ આજે દ્વિમાસીક નાણાંત સમીક્ષા નીતિ રજૂ કરશે. બજાર, અને કારોબારીઓને આશા છે કે આજે આરબીઆઈ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. દ્વિમાસીક નાણાં નીતિ અંતર્ગત રેપો રેટ નક્કી કરવા માટે છ સભ્યોની નાણાં નીતિ સમિતિની બેઠક 1 ઓગસ્ટે શરૂ થઈ હતી. આજે બપોરે સુધીમાં આ બેઠક ખતમ થશે, ત્યાર બાદ નીતિગત વ્યાજ દરની જાહેરાત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -