Jio-એરટેલને ટક્કર આપવા આ કંપની 39 રૂપિયામાં આપશે અનલિમિટેડ કોલ
કંપનીએ 1મેથી બ્રોડબેંડ, લેન્ડ લાઇન, કોમ્બે અને FTTH બ્રોડ બેંડના યુઝર્સ માટે આ સેવા ફરી શરુ કરી દીધી છે. BSNLના પ્લાનથી તમે દેશભરના કોઈફણ નેટવર્ક પર ફ્રી કૉલ કરી શકો છો. સાથે જ BSNL દ્વારા નાઇટ વોઇસ કૉલની સુવિધાને પણ રીફ્રેશ કરી છે. હવે યુઝર્સ રાત્રે 10-30થી સવારે 6 વાગ્યા સુધી ફ્રી કૉલ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છેકે BSNL ટેલિકોમ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે સતત નવી નવી આકર્ષક ઓફર લાવી રહી છે. કંપનીએ હાલમાં જ પોતાની સંડે ફ્રી કોલિંગ સુવિધા ફરી શરુ કરી દીધી છે. કંપનીની આ સેવા 30 એપ્રીલે બંધ થઈ જવાની હતી. જોકે હવે BSNLએ તેને આગળ વધારી છે.
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત યૂઝર્સને 100 SMS પણ ફ્રી મળશે તો પોતાની રિંગ બેંક ટ્યૂન સેટ કરવાની પણ ઓફર આપવામાં આવશે. જોકે આ પ્લાનમાં કોઈ ડેટા સુવિધા નથી જે તેનો સૌથી મોટો ડ્રો બેક સાબિત થશે. BSNL દ્વારા જણાવ્યા પ્રમાણે આ પ્લાનની વેલેડિટી 10 દિવસ રહેશે અને તે દરમિયાન યુઝર અનલિમિટેડ કોલ કરી શકશે.
જિયો ફાઇબર ફિક્સ્ડ લાઇન બ્રોડબેંડ સર્વિસ શરુ કરવા જઈ રહી છે. જેને લઈને BSNL પણ હવે ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતરવા કમર કસી રહી છે. આ માટે BSNL દ્વારા પોતાની બ્રોડબેંડ સર્વિસમાં પણ મોટા ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે 39 રુપિયાના પ્લાનમાં યુઝર દિલ્હી અને મુંબઈને છોડીને ક્યાંય પણ કૉલ કરી શકે છે.
નવી દિલ્હીઃ જિઓ અને એરટેનલે ટક્કર આપવા માટે સરકારી ટેલીકોમ કંપની બીએસઅનએલે યૂઝર્સ માટે નવા પ્લાન રજૂ કર્યાં છે. નવા પ્લાનમાં યૂઝરને કંપની તરફથી અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધાની સાથે જ 100 એસએમએસ અને ફ્રી PRBT 10 દસ દિવસ માટે મળશે. બીએસએનએલની આ ઓફર હોમ સર્કલ અને નેશનલ રોમિંગ બન્ને માટે ઉપલબ્ધ રહેશે. જોકે અનલિમિટેડ કોલિંગની સુવિધાનો લાભ દિલ્હી અને મુબંઈ સર્કલમાં લાગુ નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -