✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નાણામંત્રીએ બગાડ્યું તમારુ એજ્યુકેશન બજેટ, હવે પહેલા કરતાં આટલો વધુ ચૂકવવો પડશે સેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 04:28 PM (IST)
1

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19નું સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. જેટલીએ વડાપ્રધાનને કહેવા પ્રમાણે બજેટને લોકલોભામણી જાહેરાતોથી દુર રાખવામાં આવ્યું, પણ આ બધાની વચ્ચે એજ્યુકેશન પર લગાવેલો સેસ ચર્ચાનો બની ગયો છે, એટલે કે મોદી સરકારે એજ્યુકેશન સેસની ટકાવારી વધારી દીધી છે.

2

15 લાખ સુધીની આવક પર ટેક્સની ચૂકવણી 2,625 રૂપિયા વધી જશે તકો 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાઓ માટે ટેક્સનું ચૂકવણું 1,125 રૂપિયા વધી જશે. 2.25 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક વાળાઓ માટે ટેક્સની ચૂકવણી 125 રૂપિયા વધશે.

3

4

અત્યારે દેશભરમાં આવકવેરાના ત્રણ સ્લેબ છે, જેમાં આ બજેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નથી. 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ છે. 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20 ટકા ટેક્સ અને 10 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. આમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.

5

નોંધનીય છે કે, મધ્યમવર્ગ છેલ્લા બે વર્ષોથી આવકમાં છૂટની આશા રાખી રહ્યો હતો, પણ આ વખતે પણ આ વર્ગની આ આશા પુરી થઇ શકી નથી, વળી એજ્યુકેશન સેસમાં વધારો કરી દેવાતા મુશ્કેલી વધી ગઇ છે.

6

7

8

એટલે કે હવે લોકોએ 3 ટકાની જગ્યાએ 4 ટકા સેસ ચૂકવવો પડશે. અત્યાર સુધી 3 ટકા સેસમાં 2 ટકા એજ્યુકેશન અને 1 ટકા સીનિયર સેકન્ડરી એજ્યુકેશન સેસ લાગતો હતો. 10 લાખ રૂપિયા કે તેનાથી તેનાથી વધુની વાર્ષિક આવક રળનારા લોકો માટે હવે કુલ 34 ટકા ટેક્સ લાગશે.

  • હોમ
  • બિઝનેસ
  • નાણામંત્રીએ બગાડ્યું તમારુ એજ્યુકેશન બજેટ, હવે પહેલા કરતાં આટલો વધુ ચૂકવવો પડશે સેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.