જેટલીએ ઈન્કમટેક્સની મર્યાદા વધારવા અંગે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
નવી દિલ્હીઃ મધ્યમ વર્ગને બજેમાં નિરાશા જ મળી છે. સરકારે ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટેક્સ છૂટ મર્યાદા 2.5 લાખ રૂપિયા જ રાખવામાં આવી છે. જ્યારે ટેક્સ બચત માટે કરવામાં આવતા રોકાણની મર્યાદા 1.5 લાખ રૂપિયા જ રાખી છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરિષ્ઠ નાગરિકોને હવે જમા રકમ પર મળતા વ્યાજની આવકમાં 50 હજાર રૂપિયા સુધી છૂટ મળશે. આ પહેલા આ છૂટ 10 હજાર રૂપિયા હતી.
સરકારે આવકવેરા સ્લેમ્બમાં કોઈ ફેરફાર નથી કર્યો, જોકે તમામ નોકરીયાત વર્ગને 40 હજાર સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનની જાહેરાત કરી છે.
નિષ્ણાંતોનું માનીએ તો મધ્યમ વર્ગ અને સર્વિસ ક્લાસને કોઈ રાહત ન આપીને સરકારે મોટું રાજનીતિક જોખમ લીધું છે.
હાલમાં 0-2.5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી લાગતો ત્યારે 2.5-5 લાખ રૂપિયા સુધી 5 ટકા, 5-10 લાખ રૂપિયા સુધી 20 ટકા અને 10 લાખ રૂપિયાથી ઉપર 30 ટકા ટેક્સ લાગે છે. ઉપરાંત 50 લાખથી 1 કરોડ સુધી 10 ટકા સરચાર્જ આપવો પડે છે. જ્યારે 1 કરોડથી ઉપર 15 ટકા સરચાર્જ આપવો પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -