બજેટ બાદ શેરબજારમાં કડાકો, સેંસેક્સ 800 પોંઈન્ટ, નિફ્ટી 250 પોઈન્ટ ગબડ્યો
શુક્રવારે સવારે બીએસઈ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી 10950 પોઈન્ટ હતો. આજે આખો દિવસ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ -839.91 પોઇન્ટ અથવા 2.34 ટકા ગબડીને 35066.75 પર બંધ રહ્યો છે. નિફ્ટી 256.30 અંક અથવા 2.33 ટકા તૂટીને 10760.60 પર બંધ રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજેટ અનુસાર એક વર્ષથી વધું રાખવામાં આવેલા શેરો પર જો 1 લાખથી વધુની કમાણી પર રોકાણકારોએ 10 ટકા ટેક્સ આપવો પડશે. બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)હટાવવાની પણ જાહેરાત નથી કરવામાં આવી. જેનો અર્થ એ છે કે, રોકાણકારોએ બંને પ્રકારના ટેક્સ આપવાના રહેશે.માર્કેટ એક્સપર્ટ્સના મત મુજબ જો સરકારે ફિસ્કલ ડિફિસિટને 3.2 ટકા અથવા નીચે રાખ્યું હોત તો આ માર્કેટ માટે પોઝિટિવ સાબિત થયું હોત. પરંતુ 3.5 ટકાનો ટાર્ગેટ માર્કેટને નિરાશ કરનારો છે.
જાન્યુઆરીમાં સતત 11000ની પાર રહ્યાં બાદ નિફ્ટી પહેલીવાર આ સ્તર પર નીચે ગગડ્યો છે. સેંસેક્સ પણ 36000ની નીચે આવી ગયો છે. શેરબજારને બજેટને લઈને ઘણી ઉમ્મીદ હતી પરંતુ ઈક્વિટી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લગાવાથી રોકાણકારોના સેંટીમેંટ ખરાબ થયા છે. તેની અસર ગુરુવાર બંધ થવાના સમયથીજ બજાર પર જોવા મળી હતી.
નવી દિલ્લી: બજેટમાં ઈક્વિટી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કરતા રોકાણકારોના સેન્ટીમેન્ટ્સ ખરાબ થયા છે. શેરબજારમાં મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બજેટ રજૂ કર્યાના આગલા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બંધ થયાના અડધા કલાક પહેલા સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટી 250 અંક નીચે ઉતરી ગયો હતો. શુક્રવારે શેરબજારમાં વેચવાલી બધવાથી શેર બજાર ગબડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -