મારુતિની આ કાર પર મળી રહ્યું છે તગડું ડિસ્કાઉન્ટ, જાણો વિગત
મારુતિ દ્વારા ડીઝલ પાવર્ડ ઇગ્નિસનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારના નહીં વેચાયેલા મોડલ્સ પર 75,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિયાઝનું આ વર્ષે ફેસલિફ્ટ મોડલ લોન્ચ થવાનું છે. નવા મોડલમાં પેટ્રોલ એન્જિનને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેની સાથ પેટ્રોલ વેરિયન્ટ્સ પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને ડીઝલ મોડલ્સ પર 30,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. તમામ વેરિયન્ટ્સ પર 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પર ઓફર કરવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી સેલેરિયાનો મેન્યુઅલ પેટ્રોલ અને સીએનજી ડીઝલ વેરિયન્ટ પર 25 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે. ઓટોમેટિક વેરિયન્ટની ખરીદી પર 30,000 ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 25,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
વેગન આરના મેન્યુઅલ પેટ્રોલ અને સીએનજી મોડલ પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉપરાંત તેના ઓટોમેટિક વેરિયન્ટની ખરીદી પર 30,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત મેન્યુઅલ પેટ્રોલ તથા સીએનજી મોડલ પર 30,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે.
મારુતિ અલ્ટોના અન્ય મોડલ K10ની ખરીદી પર તમને 22,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ મેન્યુઅલ વેરિયન્ટ્સ પર હશે. આ ઉપરાંત એએમટી વેરિયન્ટ્સ પર 27,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. તેની સાથે K10ના મેન્યુઅલ મોડલની ખરીદી પર 30,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને ઓટોમેટિક મોડલ પર 35,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ ઓફર કરવામાં આવી રહ્યું છે.
મારુતિ અલ્ટો 800 દેશની સૌથી વધુ વેચાતી કાર છે. આ કારની ખરીદી પર તમને 30,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. આ બંને ઓફર્સ મળીને કસ્ટમરને 50,000 રૂપિયાથી વધારે બચત થઈ શકે છે.
નવી દિલ્હીઃ મોન્સૂન સીઝનને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ નવી કાર્સ પર ડિસ્કાઉન્ટ ઓફર્સ રજૂ કરી છે. કંપની દ્વારા ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ ઓફર્સની પણ આપવામાં આવી છે. જેમાં રૂપિયા 25,000થી લઈ રૂપિયા 75,000 સુધીનું ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -