ફાધર્સ ડે પર આ એરલાઇન્સે આપી સ્પેશિયલ ઓફર, લાભ લેવા બસ કરવું પડશે આ કામ, જાણો વિગત
આ ઓફર અંતર્ગત 19 જૂનની સુધી ટિકિટ બુક કરાવી શકાય છો. હાલ ટિકિટ બુક કરાવીને 30 સપ્ટેમ્બર 2018 સુધી ગમે ત્યારે હવાઈ મુસાફરી કરી શકો છો.
ગુજરાતમાં ગો એરની સેવા અમદાવાદથી 23 શહેરો માટે છે. સેલ હેઠળ ટિકિટ ‘વહેલા તે પહેલા’ના ધોરણે બુક કરવામાં આવશે.
નવી દિલ્હી: આજે ફાધર્સ ડેની ઉજવણી થઈ રહી છે. વિવિધ કંપનીઓ ફાધર્સ ડે પર આકર્ષક ઓફર આપી રહી છે. દેશમાં બજેટ એરલાઇન્સ ગણાતી ગો એરએ મુસાફરોને સસ્તી ટિકિટની ભેટ આપી છે. ઓફર અંતર્ગત માત્ર 1401 રૂપિયામાં ટિકિટ ખરીદીને તમે ઘરે જઈને પિતા સાથે સમય વિતાવી શકો છો.
આ સિવાય એરલાઈન્સ કંપનીએ ફ્રી એર રિટર્ન ટિકિટ માટે એક કોન્ટેસ્ટની પણ જાહેરાત કરી છે. કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે પિતા સાથે એક તસવીર શેર કરવી પડશે અને મેસેજ લખીને જણાવવું પડશે કે તમે પિતાને કેટલા મિસ કરો છો. આ તસવીરને ગો એર દ્વારા ફેસબુક અને ટ્વિટર પેજ પર હેશટેગ #GoHome સાથે શેર કરવાની રહેશે.