શું બંધ થઈ જશે 2000 રૂપિયાની નોટ? નાણાં મંત્રીએ આપ્યો જવાબ
ઇકોફ્લેશના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘2000 રૂપિયાની નોટના માર્કેટમાં છુટ્ટા કરવામાં સમસ્યા થઇ રહી છે. છુટ્ટા કરવાની સમસ્યાને લીધે આરબીઆઇએ આ નોટને છાપવાનું પણ ઓછું કર્યું છે. નોટબંધી પછી કેન્દ્રીય બેંકે ઝડપથી છાપકામ કરી હતી. જેથી કેશની સમસ્યાને દૂર કરી શકાય.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આધાર પર જ એસબીઆઇ ગૃપની ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્યા કાંતિએ પોતાની રિપોર્ટમાં આ વાતની શક્યતાઓ જણાવી છે કે આરબીઆઇ તરફથી 2,000ની નવી નોટોની છાપકામ રોકવામાં આવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે એ વાતની શક્યતા છે કે આરબીઆઇ તરફથી 2,463 અરબ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો જાહેર કરવાના બદલે 50 અને 200 રૂપિયાની નવી નોટો સપ્લાય કરશે.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઇ તરફથી ગત દિવસોમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટના આધાર પર એસબીઆઇ ઇકોફ્લેશે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રિય બેંકે 8 ડિસેમ્બર 2017 સુધી 15,78,700 કરોડ રૂપિયાની મોટી નોટો છાપી છે. જેમાંથી 2,46,300 કરોડ રૂપિયાના મૂલ્યની નોટ હજુ બજારમાં મૂકવામાં આવી નથી.
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટ બંધ થવાને લઈને સોશિયવ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલમાં સમાચાર પ્રકાશિત થયા છે. તે મુદ્દે શુક્રવારે કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા આપવી પડી હતી. નાણાં મંત્રીએ તેના જવાબમાં કહ્યું કે, એ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, તેમણે કહ્યું કે આ બધી વાતો અફવા અને ખોટી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, આ પ્રકારની અફવાઓ પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -