શું બંધ થઈ રહી છે 9 સરકારી બેંક? જાણો RBIએ શું કર્યો ખુલાસો
સોશયલ મીડિયા પર બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત આઈડીબીઆઈ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, દેના બેંક, કોર્પોરેશન બેંક, યુકો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ બંધ થવાની અફવાઓ ચાલી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનનો હેતુ સામાન્ય લોકો માટે બેંકોના સામાન્ય કામકાજને રોકવાનો નથી. કેન્દ્રિય બેંકે કહ્યું કે, પોતાના સુપરવાઈઝરી ફ્રેમવર્ક અંતર્ગત અમે બેંકોની ફાઈનાન્શિયલ હેલ્થને સુધારવા માટે પગલાં ઉઠાવીએ છીએ. આ તેનો જ ભાગ છે, પરંતુ તેની બેંકોના કામકાજ પર કોઈ અસર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે બેડ લોનના સંકટને પગલે બેંક ઓફ ઈન્ડિયા પર નવી લોન આપવા સામે રોક લગાવી દીધી છે.
આરબીઆઈએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે, ‘આરબીઆઈને સોશયલ મીડિયા સહિત ઘણા અન્ય પ્લેટફોર્મ પર એવા ખોટા અહેવાલો વિશે જાણવા મળ્યું છે કે જેમાં કેટલીક સરકારી બેંકો બંધ થઈ જવાની વાત કહેવામાં આવી છે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનને લઈને પણ આવા અહેવાલો આપવામાં આવી રહ્યા છે, પરંતુ એ ખોટા છે.’
નવી દિલ્હીઃ દેશની મોટી સરકારી બેંક બેંક ઓફ ઇન્ડિયાપર વિતેલા દિવસોમાં આરબીઆઈ દ્વારા કડક વલણ અપનાવતા સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલ પર આવેલ કેટલાક સમાચારને લઈને આરબીઆઈએ ખુલાસો કર્યો છે. આરબીઆઈએ પોતાના ખુલાસામાં કહ્યું છે કે, બેંક ઓફ ઇન્ડિયા પર તાત્કાલીક સુધારા પ્રક્રિયા અંતર્ગત રાખવામાં આવી છે એનો મતલબ એ નથી કે બેંકનું રોજીંદા કામકાજ પ્રભાવિત થશે. સોશયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલોમાં બેંક ઓફ ઈન્ડિયા સહિત 9 સરકારી બેંકો બંધ થઈ જવાની વાતો કરવામાં આવી રહી હતી. તેના પર આરબીઆઈએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, બેંકોના સામાન્ય કામકાજ પર કોઈ અસર નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -