જાણો કેટલી રોકડ અને કાર્ડ લઈને ચાલે છે મુકેશ અંબાણી, જાણીને ચોંકી જશો તમે....
મુકેશ અંબાણીએ સમિટમાં પોતાની સ્પીચમાં કહ્યું કે, હું ડિજિટલ ઈન્ડિયાનો મોટો સમર્થક છું. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારી પાસે હાલમાં પણ ક્રેડિટ કાર્ડ નથી. મને વાંચવાનો રસ છે. તાજેતરમાં જ મેં લિયોનાર્ડો ધ વિન્ચીની બુક વાંચી છે. કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા પર ફોક્સ કરીને દેશ પ્રગતિની નવી ઊંચાઈ પર પહોંચી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં એક સમિટ દરમ્યાન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યો છે. અહીંના નેતૃત્વમાં કંઇક કરવાની ઇચ્છા શક્તિ છે. હાલની સરકારની ડિજિટલ ઇન્ડિયા પોલિસી તેનું જીવતુ જાગતું ઉદાહરણ છે. સરકારે ટેક્નોલોજિના મામલે બધા રાજકિય પક્ષો વચ્ચે એક પ્રકારની સર્વસમ્મતિ બનાવવાની કોશિશ કરી છે જેનાથી બધા આ દિશામાં વિચારવા લાગ્યા છે. વડાપ્રધાનનું ડિજિટલ ઇન્ડિયા મિશન ઇકોનોમિક ગ્રોથ માટે પ્રેરણાનું કામ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ અંબાણી પરિવાર એશિયાના સૌથી અમીર પરિવારમાંથી એક છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર તેમને લગતા સમાચાર વાયરલ થતા હોય છે. મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેમનું ઘર પણ આલીશાન અને મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. પરંતુ તમને ખબર છે જ્યારે પણ મુકેશ અંબાણી ઘરની બહાર નીકળે છે તો કેટલા રૂપિયા તેના ગજવામાં હોય છે. સાંભળીને તમે પણ ચોંકી જશો કારણ કે આ વાતનો ખુલાસો ખુદ તેમણે જ કર્યો છે.
મુકેશ અંબાણીએ એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું કે બાળપણથી લઇને આજ સુધી મેં ક્યારેય રોકડ કે કાર્ડ સાથે રાખ્યું નથી. તેમણે કહ્યું કે મને ક્યારેય કેશ કે ક્રેડિટ કાર્ડની જરૂર જ નથી પડી. જ્યારે પણ પેમેન્ટ કરવાનું થાય ત્યારે મારી સાથે કોઇને કોઇ હોય જ છે જે મારા બદલે પેમેન્ટ કરી નાંખે છે.
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એક મહિના પહેલા જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનર્સના લિસ્ટમાં 42.1 અબજ ડોલર એટલે કે 27,18,20,33,40,000 રૂપિયા (2.71 લાખ કરોડથી વધુ)ની સંપત્તિની સાથે ચીના હુઇ કા યાનને પછાડીને એશિયાના અમીરોની લિસ્ટમાં ટોપ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -