4 દિવસમાં સોનામાં 1 હજારનો કડાકો, જાણો દિવાળી સુધી કિંમત કેટલી ઘટી શકે છે
શા માટે ઘટાડો જોવા મળ્યો?- એક્સાઈઝડ ડ્યૂટીના વિરોધમાં માર્ચ-એપ્રિલમાં જ્વેલર્સની 42 દિવસ સુધી ચાલેલી હડતાળ અને 10 ટકા કસ્ટમ ડ્યૂટી ચાલુ રહેતા સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.
એસોચેમ અનુસાર ચાલુ વર્ષે સોનું 25 ટકા સુધી ઉછળ્યું છે. પરંતુ વિતેલા એક સપ્તાહમાં તેની કિંમત દોઢથી 2 હજાર રૂપિયા સુધી ઘટી છે. ચાર દિવસમાં કિંમત 1010 રૂપિયા સુધી ઘટી ગઈ છે. રિપોર્ટ અનુસાર વિતેલા એક સપ્તાહમાં માર્કેટમાં સોનાનું વેચાણ 45થી 50 ટકા સુધી ઘટ્યું છે.
ચાલુ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન સોનાની આયાતમાં 57.75 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે 270 ટન સોનાની આયાત થઈહતી. જે વિતેલા વર્ષે સમાન ગાળામાં 658 ટન હતી. વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક સંકેતોને કારણે દિવાળી સુધી સોનામાં કોઈ તેજી થવાની સંભાવના નથી. પરંતુ દિવાળી બાદ સોનું 2000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘું થઈ શકે છે.
નવી દિલ્હીઃ તહેવારના સમયે સોનામાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એ છે કે સોનાની કિંમત ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયા છે. મંગળવારે સોનું 31 હજારથી લઈને 31500 વચ્ચે રહ્યું હતું. 2013માં દશેરાના દિવસે પણ કિંમત 31 હજાર રૂપિયાની આસપાસ હતી. એસોચેમે મંગળવારે એક રિપોર્ટ બહાર પાડી જણાવ્યું કે, દિવાળી સુધી સોનાની કિંમત 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે.