તમારી પાસે બાઈક હશે તો ખરાબ સમાચાર, હવે દર વર્ષે ફરજીયાત આટલા રૂપિયા ખર્ચવા પડશે, જાણો વિગત
તે કારણે અકસ્માતના કિસ્સામાં ભોગ બનનારાને વળતર અપાવી શકાતું નથી. એ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી તેના ચુકાદામાં 20મી જુલાઈએ સુપ્રીમ કોર્ટે આઈઆરડીએઆઈને નિર્દેશ કર્યો હતો કે આગામી સપ્ટેમ્બર મહિનાથી કાર માટે ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો અને બાઈક માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરિયાદ કરવો જોઈએ. ત્યાર બાદ આઈઆરડીએઆઈ આ મહત્વના નિર્યણની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે નવી કાર અને બાઈક ખરીદતી વખતે એક વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવાનો રહેતો હતો. ત્યાર બાદ દર વર્ષે એ વીમો રીન્યુ કરવાનો રહેતો હતો પરંતુ કેટલાંક વાહન ચાલકો બીજા વર્ષ બાદ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ રીન્યુ કરતા ન હતાં.
એ જ રીતે કારના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ માટે અત્યારે એક વર્ષનો નિયમ છે. નવી કાર ખરીદતી વખતે એક વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવાનો રહે છે અને તે સામાન્ય રીતે લગભગ આઠ હજાર રૂપિયાની આસપાસ છે. તે હવે 1લી સપ્ટેમ્બરથી ત્રણ વર્ષનો લેવાનો થશે અને તેની કિંમત 24 હજાર જેટલી થઈ જશે. જેના કારણે નવી કારની કિંમતમાં 20થી 25 હજાર રૂપિયાનો વધારો થશે.
વાહનોનો થર્ડ પાર્ટી વીમો 1લી સેપ્ટેમ્બર 2018થી મોંઘો થશે. બાઈકનો એક વર્ષનો થર્ડ પાર્ટી વીમો નવી બાઈક ખરીદતી વખતે ફરિયાત છે. હાલ આ વીમો 2300 રૂપિયા આસપાસ મળે છે. હવે બાઈક ખરીદતી વખતે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ખરીદવો પડશે. તે હિસાબે બાઈકનો પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ખરીદવા માટે 13 હજાર રૂપિયા ખર્ચ કરવો પડશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 20મી જુલાઈએ કાર અને બાઈક માટે નવા ઈન્શ્યોરન્સ નિયમો લાગુ પાડવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએઆઈ) દ્વારા 1લી સપ્ટેમ્બરથી વાહનો ખરીદનારા ગ્રાહકો માટે નવા વીમા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -