New Limit: સરકારે રોકડ લેવડ દેવડની મર્યાદા ઘટાડીને 2 લાખ રૂપિયા કરી
બજેટ દરમિયાન સરકારે આ જોગવાઈનું એલાન કર્યું હતું. આ નિયમની શરૂઆત ૧ એપ્રિલથી જ થવાની હતી પણ હવે કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૨ લાખ રૂપિયા થઈ છે. એટલે કે હવે તમે જો કોઈની પાસે ૨ લાખ કે તેનાથી વધુની રોકડ સ્વીકારો તો તમારે ૧૦૦ ટકા દંડ ચૂકવવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે મુજબ જો વ્યક્તિ ચાર લાખ રૂપિયા રોકડમાં સ્વીકારે તો તેણે દંડ ચાર લાખ રૂપિયા જ ભરવો પડશે. આ રીતે ૫૦ લાખ રૂપિયા રોકડમાં લેવાય તો તેણે દંડની રકમ ૫૦ લાખ રૂપિયા જ ભરવી પડશે. આ દંડ એ વ્યક્તિ પર લાગશે કે જે રોકડનો સ્વીકાર કરશે.
મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા આર્થિક સંશોધન બિલમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ ટ્વીટ કરીને સરકારના આ પગલાં અંગે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે કાળા નાણાં પર લગામ કસવા અંગે રચાયેલી એસઆઈટીની ભલામણના આધારે ત્રણ લાખથી વધુના કેશ ટ્રાન્ઝેક્શન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
નવી દિલ્હીઃ હવે જો તમે 2 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ કરશો તો તમારે 100 ટકા દંડ આપવો પડશે. સરકારે મંગળવારે રોકડ લેવડ દેવડની મર્યાદા 3 લાખથી ઘટાડીને 2 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. આ પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ બજેટ ભાષણ 2017માં કાળાનાણાં પર અંકુશ લાવવા માટે રોકડ લેવડ દેવડની મર્યાદા 3 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. સરકાર હવે આ મર્યાદા ઘટાડીને 2 લાખ રૂપિયા કરવા માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -