Paytmએ કરાવ્યો ડિજિટલ વોલેટનો વીમો, હવે મોબાઈલ ખોવાઈ કે ફ્રોડથી થનારા નુકસાનની થશે ભરપાઈ
જો તમારો ફોન ચોરાય જાય અથવા ખોવાઈ જાય તો ઉપભોક્તાને 12 કલાકની અંદર Paytmને care@paytm.com પર ઈમેલ કરી અથવા કસ્ટમર કેર નંબર +91 9643 979797 પર ફોન કરીને જાણ કરવાની રહેશે. જો મોબાઈલ ખોવાઈ જાય તો FIRની કોપીની સાથે કંપનીને 12 કલાકની અંદર જાણકારી આપવાની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓએ સાથે મળીને કામ કરવાની ભલામણ કરી છે, જેથી મોબાઈલ વોલેટમાં રૂપિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કંપનીએ પોતાના બ્લોગના માધ્યમથી કહ્યું છે કે, તમામ ઉપભોક્તાઓની 20,000 રૂપિયા અથવા તેમના વોલેટમાં જમા રકમ (બન્નેમાંથી જે ઓછી હશે તે) રકમનો વીમો હશે.
નવી દિલ્હીઃ મોબાઈલ વોલેટ કંપની Paytm વોલેટમાં રાખવામાં આવેલ રૂપિયાની સુરક્ષા માટે વીમો ઉપલબ્ધ કરાવશે. ફ્રોડ થવાને કારણે નુકસાન જેમ કે ચોરી, મોબાઈલ ખોવાઈ જાય અથવા Paytm વોલેટ અનધિકૃત ઉપયોગ પર હવે તમારા રૂપિયા ડૂબશે નહીં, પરત મળી જશે. આ સેવા માટે Paytm કોઈ વધારાનો ચાર્જ નહીં લે, એટલે કે આ સંપૂર્ણ રીતે ફ્રી સર્વિસ હશે.
જાણકારી મળતા જ કંપની મોબાઈલ વોલેટને 2 કલાકની અંદર બ્લોક કરી દેશે. જો રૂપિયા ખોવાઈ જવનો દાવો યોગ્ય જણાશે તો Paytm પાંચ દિવસની અંદર ઉપભોક્તાને રૂપિયા પરત કરશે.
સરકારે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મોબાઈલ વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓ વચ્ચે વાતચીતની પહેલ કરી હતી, જેથી ઇલેક્ટ્રોનિક વોલેટના માધ્યમથી લેવડ દેવડના વીમા માટે એક માળકું તૈયાર કરી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -