Jioને લઈને રિલાયન્સ ચેરપર્સન મુકેશ અંબાણી આજે કરી શકે છે મોટી જાહેરાત
ટેલિકોમ નિયામક રેગ્યુલેટર (TRAI)ના આદેશ અનુસાર, 3 ડિસેમ્બર બાદ જિયો સિમ ખરીદનારને વેલકમ ઓફરનો લાભ નહીં મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કંપની પાસે સમગ્ર દેશમાં 4જી સેવા આપવાનું લાયસન્સ છે. સૂત્રો અનુસાર કંપનીએ પાંચ સપ્ટેમ્બરે પોતાના ઓપરેશન બાદથી અત્યાર સુધી દરેક મિનિટે 1000 અને દરરોજ 6 લાખ ગ્રાહકો જોડવાનો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, 83 દિવસમાં તેના યૂઝર્સની સંખ્યા પાંચ કરોડ કરતાં વધી ગઈ છે.
જણાવીએ કે, રિલાયન્સના 4જી જિયો સિમ સેવાને લઈને હાલમાં જ આવેલ આંકડા જણાવે છે કે, જિયોએ ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં પાંચ કરોડ યૂઝર્સ જોડ્યા છે.
નવી દિલ્હીઃ આજે રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાત બપોરે દોઢ કલાકેની આસપાસ થશે. કહેવાય છે કે, રિલાયન્સ જિયોના 4જી સિમ સેવાને લઈને કોઈ જાહેરત થઈ શકે છે. જોકે કંપની તરફતી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -